ભાવનગરમાં મતદાન જાગૃતિ સંદર્ભે આજે તા. ૨૦ ને રવિવારના રોજ અલગ અલગ જાહેર સ્થળોએ સાંજે ચાર વાગ્યાથી શેરી નાટક યોજીને લોકોને મતદાન કરવા અંગે જાગૃત કરવામાં આવશે.
રવિવારે સાંજે ૪:૦૦ કલાકે વિક્ટોરિયા પાર્ક પાણીની ટાંકી પાસે, સાંજે ૫:૩૦ કલાકે હિમાલયા મોલ ખાતે, તેમજ સાંજે ૬:૦૦ વાગ્યે અકવાડાલેક ફ્રન્ટ ખાતે સીદસર મોડલ સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર નાટકની પ્રસ્તુતિ કરવામાં આવશે.
રવિવારે સાંજે લોકો અલગ-અલગ સ્થળોએ ફરવા જતા હોય છે ત્યારે મતદાન કરવા અંગે શેરી નાટક જોઈને જાગૃત થાય એ હેતુથી અવસર થીમ અંતર્ગત કાર્યક્રમો યોજાશે.


















Recent Comments