અકસ્માતઃવડનગરમાં ડમ્પરે બાઇક સવારોને અડફેટે લીધા, બે વ્યક્તિઓને ગંભીરઈજા પહોંચી
મહેસાણા જિલ્લાના વડનગર ખાતે આજે તોરણીયા વડ પાસે બેફામ આવી રહેલા ડમ્પરે બાઇક સવારોને અડફેટે લીધા હતા. જેથી અકસ્માત થતા બે શખ્સોને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો, જાેકે, સ્થાનિક એક યુવકે ડમ્પરનો પીછો કરતા તેને પણ કચડવાનો પ્રયાસ ડમ્પર ચાલકે કર્યો હતો. સમગ્ર મામલે ઇજા પામેલા બે વ્યક્તિને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. મૂળ નવા પરા ગામના બે વ્યક્તિ કડીયા કામ અર્થે વડનગર આવી રહ્યા હતા. એ દરમિયાન બૌદ્ધ સર્કલ તોરણીયા વડ નજીક આજે સવારે બેફામ આવી રહેલા ડમ્પરે બાઇકને અડફેટે લીધું હતું.
જેમાં એક યુવક અને એક આધેડને ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માતમાં બને વ્યક્તિ રોડ પર ફાગોડાયા હતા જેથી ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ આસપાસના લોકોને થતા લોકો દોડી આવ્યાં હતા. બાદમાં ત્યાં એક યુવકે પોતાના બાઈકથી ડમ્પર ચલાકનો પીછો કર્યો હતો. જાેકે, ડમ્પર ચાલકે પીછો કરનાર યુવકને પણ કચડવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં ડમ્પર ચાલક ટર્ન મારીને વલાસણા બાજુ ફરાર થઈ ગયો હતો. સમગ્ર અકસ્માતની ઘટનામાં ઇજા પામેલા બે વ્યક્તિને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સથી સ્થાનિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ દોડી આવી હતી, પોલીસે હાલ આ મામલે વધુ તપાસ આદરી છે.
Recent Comments