fbpx
ગુજરાત

સુરતમાં પુણા વિસ્તારમાં રિક્ષામાં બેઠેલા યુવકના ખિસ્સામાંથી રૂપિયા ચોરી લેવાયા

સુરતના પુણા વિસ્તારમાં રિક્ષામાં બેઠેલા યુવકના ખિસ્સામાંથી ૪૫૦૦ રૂપિયાની ચોરી થઇ હતી. રિક્ષામાં બેઠેલા ઈસમોએ યુવકની નજર ચૂકવી રૂપિયા ચોરી કરી લીધા હોવાની ફરિયાદ પુણા પોલીસ મથકમાં નોંધાઈ છે. સુરતના સીતાનગર શગુન એવન્યુ પાસે રહેતા સમીર સંજયભાઈ ચૌબેએ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ રિક્ષામાં બેસી પુણા પાટિયા પાસે આવેલા સીએનજી પંપ પાસેથી પસાર થઇ રહ્યા હતા તે વેળાએ રિક્ષામાં પાછળની સીટ પર બેઠેલા અજાણ્યા ત્રણ ઈસમોએ તેઓની નજર ચૂકવી પેન્ટના ખિસ્સામાંથી ૪૫૦૦ રૂપિયા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર મામલે યુવકની ફરિયાદના આધારે પુણા પોલીસે રિક્ષાચાલક તેમજ પાછળની સીટ પર બેઠેલા અજાણ્યા ત્રણ ઈસમો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતમાં અવારનવાર રિક્ષામાં પેસેન્જરને બેસાડી તેની સાથે મોબાઈલ , રોકડા અને કીમતી ચીજ વસ્તુઓની ચોરી કરતી ગેંગ હજુ પણ ફરી રહી છે. અગાઉ અનેક વખત આવી ફરિયાદો નોંધાયા બાદ શહેરમાં પોલીસે અનેક ગેંગને ઝડપી પાડી પણ છે. પરંતુ હજુ પણ આવી ઘટનાઓ સામે આવ્યા જ કરે છે. રિક્ષામાં પેસેન્જર સાથે ચોરી કરનાર ગેંગની મોડેસ ઓપરેન્ડી એવી હોય છે કે પહેલા મુસાફરોને રિક્ષામાં બેસાડવામાં આવે છે. ત્યારબાદ રિક્ષામાં અન્ય ડમી મુસાફરોને બેસાડીને જે સાચો મુસાફર હોય છે તેને વાતમાં ભેળવવામાં આવે છે. તે ઉપરાંત નકલી મુસાફર આગળ પાછળ કરી સાચો મુસાફર હોય છે તેની નજર ચૂકવી, તેના ખિસ્સામાંથી મોબાઈલ, રોકડ રૂપિયા કે કીમતી ચીજવસ્તુની ચોરી કરી રિક્ષામાંથી ઊતરી જાય છે.

Follow Me:

Related Posts