ભાવનગર

ભાવનગર શહેરમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિશાળ બાઇક રેલીનું આયોજન

આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ અંતર્ગત ભાવનગર શહેરમાં મતદાન જાગૃતિ હેઠળ તા.૨૪-૧૧-૨૦૨૨ ના રોજ વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાઇક રેલી ભાવનગર શહેરના જશોનાથ સર્કલથી શરૂ કરી ભીડભંજન મહાદેવ, કાળાનાળા સર્કલ, સંત કવરામ ચોક, વાઘાવાડી રોડ, કાળિયાબીડ પાણીની ટાંકી, જવેલ્સ સર્કલ, નિલમબાગ ચોક, ભાવનગર બસ સ્ટેશન, પાનવાડી ચોક થઈ જશોનાથ સર્કલ પરત ફરશે. આ રેલીમાં સૌ મતદાન જાગૃતિના સૂત્રોના પ્લેકાર્ડ બનાવી ઉપસ્થિત રહેવા ભાવેણાવાસીઓને નિમંત્રણ છે.

Related Posts