fbpx
રાષ્ટ્રીય

મોસ્ટ વોન્ટેડ ખાલીસ્તાની આતંકવાદી કુલવિંદરજીત સિંહ દિલ્હી એરપોર્ટ પરથી પકડાયો

એન.આઈ.એ એ દિલ્હી એરપોર્ટ પરથી મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની આતંકવાદી કુલવિંદરજીત સિંહની ધરપકડ કરી છે. અધિકારીએ જણાવ્યું કે તેના પર પાંચ લાખ રૂપિયાનું ઈનામ હતું. બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ અને ખાલિસ્તાન લિબરેશન ફોર્સ જેવા આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા કુલવિંદરજીત સિંહ ઉર્ફે ‘ખાનપુરિયા’ ઘણા સમયથી વોન્ટેડ હતા.

કુલવિન્દરજીત સિંહ ઉર્ફે ‘ખાનપુરિયા’ બેંગકોકથી અહીં આવ્યા બાદ શુક્રવારે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. ખાનપુરિયા પંજાબમાં પસંદગીયુક્ત હત્યાઓનું કાવતરું ઘડવા સહિત અનેક આતંકવાદી કેસોમાં વોન્ટેડ અને સંડોવાયેલો હતો. તે ૨૦૧૯થી ફરાર હતો અને એન.આઈ.એ એ તેના વિશે માહિતી આપનારને પાંચ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.

Follow Me:

Related Posts