સરખેજમાં આવેલી મમતા એન્ટરપ્રાઇઝ નામની કંપનીના ગોડાઉનમાંથી તસ્કરો રૂ.૧૨ લાખ ભરેલી તિજાેરીની ચોરી કરીને લઈ ગયા છે. ગોડાઉનમાં ત્રાટકેલા તસ્કરોએ ગોડાઉનમાં આવેલા સીસીટીવી કેમેરાના વાયર અને એલસીડી તોડી નાખી સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ લઈ ગયા હતા. આ બનાવ અંગે સરખેજ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. સરખેજમાં આવેલી મમતા એન્ટરપ્રાઇઝમાં હબ મેનેજર તરીકે નોકરી છેલ્લા છ મહિનાથી પ્રશાંત પટેલ નોકરી કરે છે. ગોડાઉનની એક ચાવી તેમની પાસે અને બીજી ચાવી સુપરવાઇઝર ભરત જાદવ પાસે રહે છે. કંપની જિયો માર્ટમાં ડિલિવરીનું કામ કરે છે. જિયો માર્ટના ગોડાઉનમાંથી હોલસેલ કરિયાણાનો સામાન લઈ અમદાવાદ, ધોળકા, બાવળા તથા સાણંદ ખાતે ડિલિવરી આપવાનું કામ કરે છે.
વેપારી પાસેથી આવેલા રોકડા રૂપિયા ગોડાઉનમાં રાખેલી તિજાેરીમાં રાખવામાં આવે છે અને બીજા દિવસે બેંકમાં જમા કરાવવામાં આવે છે. ૨૦ નવેમ્બરે ભરત જાદવ ગોડાઉન બંધ કરીને ઘરે ગયા હતા, જે અંગેનો તેમણે મેસેજ પણ કર્યો હતો. ૨૧મી નવેમ્બરે પ્રશાંત પટેલ ગોડાઉન પર ગયા ત્યારે ગોડાઉનનું શટર અડધું ખુલ્લું હતું અને શટરને મારેલા બંને તાળાં ન હતાં. તેમણે ગોડાઉનમાં જઈને જાેયું તો રૂ.૧૨ લાખ મૂકેલી તિજાેરી અને સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ નહોતું. સીસીટીવી કેમેરાના વાયરો અને એલસીડી પણ તોડી નાખવામાં આવ્યાં હતાં. આથી તેમણે કંટ્રોલ રૂમમાં ફોન કરતા પોલીસ આવી ગઈ હતી.
Recent Comments