fbpx
રાષ્ટ્રીય

નશેડી યુવકે ચાર લોકોને મોતને ઘાટ ઉતાર્યા, ખૌફનાક ઘટનાથી સૌ કોઈ હચમચી ગયા

દિલ્હીના પાલમ વિસ્તારમાં ચાર લોકોની હત્યાનો ખૌફનાક મામલો સામે આવ્યો છે. એક પરિવારના ચાર સભ્યોની હત્યા ઘરની અંદર જ ચાકૂ મારીને કરી દેવાઈ. હત્યાનો આરોપ પરિવારના જ એક યુવક પર છે. જે નશાનો આદી છે. હાલ તેની ધરપકડ કરી લેવાઈ છે. દિલ્હીના પાલમ વિસ્તારમાં ચાર લોકોની હત્યાનો ખૌફનાક મામલો સામે આવ્યો છે. એક પરિવારના ચાર સભ્યોની હત્યા ઘરની અંદર જ ચાકૂ મારીને કરી દેવાઈ. હત્યાનો આરોપ પરિવારના જ એક યુવક પર છે. જે નશાનો આદી છે. હાલ તેની ધરપકડ કરી લેવાઈ છે. આરોપ છે કે તેણે તેના પિતા, દાદી અને બંને બહેનોને ચાકૂ મારીને મોતને ઘાટ ઉતારી દીધા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.

હત્યાની પાછળનો આશય શું હતો તે હજુ જાણી શકાયું નથી. આ ઘટનાને બુધવારે ઉત્તર-પશ્ચિમ દિલ્હીના પાલમ વિસ્તારમાં અંજામ અપાયો. આરોપી નશાનો આદી છે અને તેણે સંબંધોનું જ કત્લેઆમ કરી નાખ્યું. મળતી માહિતી મુજબ તેની બે બેહનો પિતા અને દાદીના લોહીથી લથપથ મૃતદેહો પડ્યા હતા. એક મહિલાનો મૃતદેહ જમીન પર પડ્યો હતો જ્યારે બાકીના બે સભ્યોના મૃતદેહ બાથરૂમમાંથી મળ્યા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે. પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. આ મામલે વધુ માહિતીની રાહ જાેવાઈ રહી છે.

Follow Me:

Related Posts