ગુજરાત

પીએમ આવાસ યોજનાનો સર્વેયર ૪૦ હજારની લાંચ લેતા ઝડપાયો

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સહાય મેળવવા સર્વેયર દ્વારા લાંચની માંગણી કરાયાની એક જાગૃત નાગરિકે એસીબીને ફરિયાદ કરી હતી.એસીબીએ છટકું ગોઠવી આરોપીને રૂપિયા ૪૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો છે. ભુજ નગરપાલિકામાં ફરિયાદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન બનાવવા અરજી કરી હતી.જે કામ રાજ્ય સરકાર દ્વારા કરાર આધારિત ધવલ એન્જિનિયરિંગના નિયત કરેલા સર્વેયર અશ્વિન શાંતીલાલ પટેલને સોપવામાં આવ્યું હતું.જે નગરપાલિકાનો સીધો કર્મચારી ગણાય નહીં.

આરોપીએ પીએમ આવાસ યોજના અંતર્ગત મળવા પાત્ર રૂપિયા ૩,૫૦,૦૦૦ ની સહાય મેળવવા ફરીયાદી પાસે રૂપિયા ૪૦ હજારની માંગણી કરી હતી.આ અંગે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા આરોપીને પકડી લેવા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં એસીબીએ ભુજના નવા બસસ્ટેન્ડ નજીક આરોપીને રૂપિયા ૪૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી ફરિયાદીને લાંચમાં ગયેલ રકમ પરત અપાવી હતી.બનાવને પગલે એસીબીએ આરોપીને ડીટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts