અમરેલીમાં સમસ્ત બ્રહ્મ પરિવારનું નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું
અમરેલીમાં સમસ્ત બ્રહ્મ પરિવારનું નૂતન વર્ષ સ્નેહમિલન શશાંક પાર્ટી પ્લોટ ખાતે યોજાયુ હતું. પ્રારંભ થયેલ વિક્રમ સંવત ૨૦૭૯ નું નૂતન વર્ષ સૌના માટે ખૂબજ સુખ-શાંતિ અને સમૃધ્ધી પ્રદાન કરનારું નિવડે એવી શુભેચ્છાઓ સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમરેલીમાં વસતા બ્રહ્મ પરિવારોનું એક સ્નેહમિલન રાખવામાં આવ્યું હતું. જેમાં રાજ્યસભાના સાંસદ અને બ્રહ્મસમાજના ભામાશા એવા રામભાઇ મોકરીયાના અતિથિવિશેષ પદે યોજાયુ હતું. અમરેલી સમસ્ત બ્રહ્મસમાજના દરેક પાંખના હોદ્દેદારો અને આગેવાનો તેમજ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂરો થાય સુંદર ભોજન વ્યવસ્થાનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ.
Recent Comments