fbpx
સૌરાષ્ટ - કચ્છ

દ્વારકાના મીઠાપુર સ્થિત સ્કુલમાં આઠમો વાર્ષિક રમતોત્સવ ઉજવાયો

દ્વારકા જિલ્લાના મીઠાપુર સ્થિત ટાટા કેમ ડીએવી પબ્લિક સ્કૂલનાં પ્રાંગણમાં ભૂલકાઓએ આઠમા વાર્ષિક રમતોત્સવમાં ભાગ લીધો હતો. ચીફગેસ્ટ તથા અન્ય આમંત્રિત અતિથીઓના હસ્તે પ્રથમ ત્રણ સ્થાન પ્રાપ્ત કરનાર રમતવીરોને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. મીઠાપુરની ટાટા કેમ ડીએવી પબ્લિક સ્કૂલનાં પ્રાંગણમાં ભૂલકાઓએ આઠમા વાર્ષિક રમતોત્સવમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટાટા કેમીકલ્સના સીએમઓ કામથેએ રમતોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. આમંત્રિત મહેમાનો, વાલીઓ વગેરેની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જૂનીયર વીંગના બાળકો માટે ઓબ્સ્ટેકલ રેઈસ, પીરામીડ બનાવવું, બૉલ રેઇસ, પોટેટ રેઇસ, કલર્સ ઓફ ઇડિંયા, ચક દે ઈંડિયા, ૭૫મી દોડ જેવી વિભિન્ન રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ ભૂલકાઓનો ઉત્સાહ પ્રેક્ષકોને આકર્ષિત કરતાં તેમને પણ આનંદાનુભૂતિ થઈ હતી. શાળાના આચાર્ય આર. કે શર્માની આગેવાની હેઠળ કાર્યક્રમ તેમજ રમતનું સફળતા પૂર્વક આયોજન ક૨વામાં આવ્યું હતું. ચીફગેસ્ટ તથા અન્ય આમંત્રિત અતિથીઓના હસ્તે પ્રથમ ત્રણ સ્થાન પ્રાપ્ત કરનાર રમતવીરોને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts