આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ અંતર્ગત ભાવનગર જિલ્લામાં મતદાન જાગૃતિ હેઠળ આજરોજ વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાવનગર જિલ્લાનાં તળાજા, મહુવા, પાલિતાણા સહિતના તાલુકાઓમાં મતદાર જાગૃતિ અંતર્ગત વિશાળ બાઇક રેલી યોજવામાં આવી હતી. મતદાન જાગૃતિ અંતર્ગત તાલુકા કક્ષાની બાઇક રેલી યોજાઇ હતી. જેમાં વિશાળ સંખ્યામાં શીક્ષકોએ ભાગ લીધો હતો. અને મતદાન જાગૃતી અભિયાન અંતર્ગત લોકોને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા.
તળાજા ખાતેની બાઇક રેલીમાં સ્વીપનાં સભ્યશ્રી એમ પી બોરીચા અને સ્વીપનાં સભ્યશ્રી મિતુલ રાવલ ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments