fbpx
રાષ્ટ્રીય

આફતાબ વસઈ પોલીસ દ્વારા પૂછપરછ માટે બોલાવતા થયો સતર્ક,ઝડપથી પુરાવાનો કર્યો નાશ

વસઈ આવેલી દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, વસઈ પોલીસે ૨૦ ઓક્ટોબરે પૂછપરછ માટે બોલાવ્યા બાદ આફતાબ પૂનાવાલા એલર્ટ થઈ ગયો હતો અને તેણે બાકીના પુરાવાઓનો ઝડપથી નાશ કરવાનું શરૂ કર્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શ્રદ્ધા વોલકરનો મોબાઈલ ૨૦ ઓક્ટોબરથી ૨૩ ઓક્ટોબર સુધી એક્ટિવ હતો. આફતાબે ૨૩ ઓક્ટોબરના રોજ માનિકપુર પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે જતા પહેલા શ્રદ્ધાનો ફોન વસઈ ક્રીક સમુદ્રમાં ફેંકી દીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર વસઈ પોલીસે પૂછપરછ દરમિયાન આફતાબનો મોબાઈલ ફોન અને તેના અન્ય ગેજેટ્‌સ ચેક કર્યા ન હતા. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આફતાબે મે મહિનામાં જ શ્રદ્ધાનું સિમકાર્ડ નષ્ટ કરી દીધું હતું. પરંતુ તેનો મોબાઈલ પોતાની પાસે રાખતો અને તેને વાઈ-ફાઈથી કનેક્ટ કરતો અને શ્રદ્ધાના મિત્રો સાથે ચેટ કરતો, જેથી કોઈને શંકા ન જાય.

દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હત્યા બાદ આફતાબ મુંબઈમાં શ્રદ્ધાના કેટલાક મિત્રોને પણ મળ્યો હતો અને તેમને શ્રદ્ધાના સંબંધ તોડવાની વાત જણાવી હતી, જેથી લોકોને તેના પર કોઈને શંકા ન જાય. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, માણિકપુર પોલીસની પૂછપરછ બાદ આફતાબ ૪ નવેમ્બરે દિલ્હી પરત ફર્યો હતો અને બાકીના પુરાવાનો નાશ કરવાનું શરૂ કર્યું હતું. માણિકપુર પોલીસે તેની પૂછપરછ કર્યા બાદ જ તેણે શ્રદ્ધાની હત્યામાં વપરાયેલા હથિયારનો પણ નિકાલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, દિલ્હી પોલીસે આફતાબ પૂનાવાલાનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવ્યો હતો. પરંતુ તેણે પોલીગ્રાફ ટેસ્ટમાં કોઈ ચોક્કસ માહિતી આપી નથી. આફતાબ પૂનાવાલાના પોલિગ્રાફ ટેસ્ટ કરાવનારા હ્લજીન્ અધિકારીઓનું કહેવું છે કે તેમના ટેસ્ટનું સૌથી મહત્ત્વનું અને છેલ્લું સેશન પૂરું ન થઈ શક્યું કેમ કે આફતાબને તાવ આવ્યો હોવાથી. હવે તેનો નાર્કો ટેસ્ટ કરાવવાની તૈયારી ચાલી રહી છે.

Follow Me:

Related Posts