અમરેલી

લાઠી દામનગર અને ચાંવડમાં જંગી જાહેર સભા ગજવતા વિરજીભાઈ ઠુંમર અને જેનીબેન ઠુંમર

લાઠી વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર વીરજીભાઈ ઠુંમર તરફી માહોલ જામી રહ્યો છે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં જન મેદની એકઠી થઈ રહી છે અને કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમર ને જન સમર્થન આપી રહી છે.  લાઠી દામનગર અને ચાંવડ માં જંગી જાહેર સભા કોંગ્રેસની યોજાય હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર અને પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુંમર દ્વારા ભાજપ સરકારપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા  કોંગ્રેસના ઉમેદવાર  વિરજીભાઈ ઠુંમરે આકરી શૈલીમાં જણાવ્યું હતું કે આ વિધાનસભા અલગ પવન ફૂંકાય રહ્યો છે લોકો મનમાં નક્કી કરી ને બેઠા છે ભાજપના ડબલા ડુલ થવાની વાત કરતા ઉપસ્થિત જનમેદનીએ તાળીઓ પાડી  વધાવી લીધા હતા.

Related Posts