રાષ્ટ્રીય

શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબ પૂનાવાલાની ગાડી પર થયો હુમલો

શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબ પૂનાવાલાની ગાડી પર સોમવારે (૨૮ નવેમ્બર) ના રોજ દિલ્હીના રોહિણીમાં હુમલો થયો છે. પોલીગ્રાફ ટેસ્ટ બાદ એફએસએલ ટીમ આફતાબને લઇને બહાર નિકળી હતી. ત્યારે કેટલાક લોકોની ભીડ ઘટનાસ્થળે પહોંચી અને ગાડી પર હુમલો કરી દીધો. આ લોકોના હાથમાં તલવારો હતી અને આ આફતાબને મારવાની વાત કરી રહ્યા હતા. ત્યારે એક પોલીસકર્મી વાનમાંથી બહાર આવ્યો અને આ લોકો પર બંદૂક તાણી દીધી. હવાઇ ફાયરિંગની વાત પણ કહેવામાં આવી રહી છે. ગુસ્સે ભરાયેલી ભીડે પોલીસ વાન પર પથ્થરમારો પણ કર્યો છે. હુમલો કરનાર વ્યક્તિએ કહ્યું કે તેને બે મિનિટ બહાર નિકાળો, મારી નાખીશ. આફતાબની ગાડી પર હુમલો કરનાર કેટલાક આરોપીઓને પોલીસે કસ્ટડીમાં લીધા છે.

હુમલાવરોએ હિંદુ સેનાના કાર્યકર્તા હોવાનો દાવો કર્યો છે. તલવાર લઇને આ લોકો પહેલાં પોલીસ સામે આવી ગયા. પોલીસે આ લોકોને જ્યારે રોકવાનો પ્રયત્ન કર્યો તેમના પર હુમલો પણ કર્યો. ત્યારબાદ પોલીસ જેવી થોડી પાછળ હતી, તેમણે તે વાનનો દરવાજાે ખોલી દીધો જેમાં આફતાબ હાજર હતો. આ હુમલો સાંજે લગભગ ૬.૪૫ વાગે થયો. હુમલાવરોએ કહ્યું કે અમારી બહેન-દીકરીઓ આજના સમયમાં સુરક્ષિત નથી. એવામાં અમારી બહેનના ૩૫ ટુકડા કરનારાના અમે ૭૦ ટુકડા કરીશું. આ પહેલાં હ્લજીન્ આસિસ્ટંટ ડાયરેક્ટર સંજીવ ગુપ્તાએ કહ્યું હતું કે એક્સપર્ટની ટીમ પોલીગ્રાફ ટેસ્ટ કરી રહી છે અને જલદીજ અ આજનું સેશન પુરૂ કરી લેવામાં આવશે. જાે જરૂરિયાત જણાશે તો કાલે પણ આફતાબને આ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. પોલીગ્રાફ ટેસ્ટ ખત થયા બાદ નાર્કો ટેસ્ટની શરૂઆત કરવામાં આવશે.

Related Posts