fbpx
રાષ્ટ્રીય

રોહિણીમાં FSLમાં જતી પોલીસ વાન પર લેબની બહાર તલવારોથી સજ્જ એક જૂથે હુમલો કર્યો

દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં તેની લિવ-ઇન પાર્ટનર શ્રદ્ધા વાલકરની જઘન્ય હત્યાના આરોપી આફતાબ અમીન પૂનાવાલાને રોહિણીમાં ફોરેન્સિક સાયન્સ લેબ (હ્લજીન્)માં લઈ જતી પોલીસ વાન પર લેબની બહાર તલવારોથી સજ્જ પુરુષોના એક જૂથે હુમલો કર્યો હતો. પોલીગ્રાફ ટેસ્ટ બાદ તેને ફરી તિહાર જેલમાં લઈ જવામાં આવ્યો હતો. લોકોના ટોળાએ તલવારો સાથે વાનમાં ઘૂસવાનો પ્રયાસ પણ કર્યો હતો. જાે કે, પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. એક પોલીસકર્મીએ હુમલાખોરોને વિખેરવા માટે બંદૂક પણ તાકી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં લોકો આફતાબને લઈ જતી વાનનો પીછો કરતા અને આફતાબ પર હુમલો કરવા માટે વેનનો પાછળનો દરવાજાે ખોલવાનો પ્રયાસ કરતા જાેવા મળી રહ્યા છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (રોહિણી) જીએસ સિદ્ધુના જણાવ્યા અનુસાર, ગુરુગ્રામના રહેવાસી કુલદીપ ઠાકુર અને નિગમ ગુર્જર નામના બે લોકોની અટકાયત કરવામાં આવી છે. ઠાકુર કાર વેચવાનો અને ખરીદવાનો વ્યવસાય કરે છે, જ્યારે ગુર્જર ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરે છે.

પોલીસે હથિયારો જપ્ત કર્યા છે. તેમણે જણાવ્યું કે, આ ઘટના સાંજે લગભગ ૬.૪૫ વાગ્યે બની હતી. આ દરમિયાન હુમલાખોરોમાંથી એકે કહ્યું કે, ‘અમે ૧૫ લોકો સવારે જ ગુરુગ્રામથી દિલ્હી આવ્યા હતા. અમારો હેતુ આફતાબને મારવાનો હતો. ઘટનાને અંજામ આપવા માટે અમે સવારથી જ લેબની બહારથી સ્ટોક લઈ રહ્યા હતા. પોલીસની પૂછપરછ દરમિયાન, નિગમ ગુર્જરે જણાવ્યું કે તેઓ આફતાબના ૭૦ ટુકડા કરવા આવ્યા હતા. હુમલાખોરે કહ્યું કે, ‘આફતાબે અમારી બહેન અને દીકરીના ૩૫ ટુકડા કરી નાખ્યા છે. આના કારણે અમને ખૂબ ગુસ્સો આવ્યો. અમે આફતાબની હત્યા કરીને પાછા ફરવા માંગતા હતા, પરંતુ પોલીસે અમને આમ કરતા રોક્યા.”

નિગમ ગુર્જરે વધુમાં કહ્યું કે, “જે રીતે આફતાબે અમારી બહેન અને પુત્રીના ૩૫ ટુકડા કર્યા, અમે પણ તે જ રીતે આફતાબના ૭૦ ટુકડા કરવા માંગીએ છીએ. તે ઈરાદાથી આવ્યા હતા. સોશિયલ મીડિયા પર શેર કરાયેલી ઘટનાની એક વીડિયો ક્લિપમાં, કેટલાક હુમલાખોરો દાવો કરતા સાંભળી શકાય છે કે, તેઓ જમણેરી જૂથના છે અને પૂનાવાલાના ટુકડા કરીને શ્રદ્ધા વોકરની હત્યાનો બદલો લેવા માગે છે. પૂનાવાલાએ કથિત રીતે ૧૮ મેના રોજ દક્ષિણ દિલ્હીના મેહરૌલીમાં તેના ઘરે વાકરનું ગળું દબાવીને હત્યા કરી હતી, તેના શરીરના ૩૫ ટુકડા કર્યા હતા, લગભગ ત્રણ અઠવાડિયા સુધી ૩૦૦ લિટરના રેફ્રિજરેટરમાં રાખ્યા હતા, અને પછી તે ટુકડાઓ ઘણા લોકોને વેચ્યા હતા. વિવિધ ભાગોમાં ફેંકી દીધા હતા. પોલીસે પૂનાવાલાની ૧૨ નવેમ્બરે ધરપકડ કરી હતી.

Follow Me:

Related Posts