કેન્દ્રનો સુપ્રીમ કોર્ટમાં જવાબ, “કોરોના વેક્સિનથી થયેલ મોત માટે સરકાર જવાબદાર નથી”
કોરોના મહામારીને ડામવા માટે લોકડાઉન લાગુ થયું હતું. આ દરમિયાન લોકોના જીવ બચાવવા સરકાર દ્વારા વેક્સિન લેવા માટે વારંવાર અનુરોધ કરવામાં આવતો હતો. આ પ્રકારની કોવિડ વેક્સિન લેવાથી કેટલાક મોત થયા હોવાના આક્ષેપ થયા હતા ત્યારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે, કોવિડ રસીકરણની પ્રતિકૂળ અસરો માટે સરકારને જવાબદાર ઠેરવી શકાય નહીં. સોગંદનામામાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, રસીના કારણે મૃત્યુ થયાનું જણાયું હોય તેવા કિસ્સામાં સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરીને વળતર મેળવવાનો એકમાત્ર ઉપાય છે. શું છે કેસ?…તે જાણો?… આ સોગંદનામું કોરોના રસીકરણ બાદ ગયા વર્ષે મૃત્યુ પામેલા બે યુવતીઓના માતાપિતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં આવ્યું છે.
અરજીમાં બે દિકરીઓની મૃત્યુની સ્વતંત્ર તપાસ અને રસીકરણ પછી પ્રતિકૂળ અસરો(છઈહ્લૈં)ની ઝડપી તપાસ અને સમયસર સારવાર માટે પ્રોટોકોલ તૈયાર કરવા નિષ્ણાત તબીબી બોર્ડની માંગણી કરવામાં આવી હતી. ગત અઠવાડિયે અરજીનો જવાબ આપતાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે, છઈહ્લૈંને કારણે રસીના ઉપયોગને કારણે અત્યંત દુર્લભ કેસમાં મૃત્યુ માટે જવાબદાર ઠેરવીને વળતર પૂરું પાડવા રાજ્ય કાયદેસર રીતે બંધનકર્તા ન બનાવી શકાય. બંને મોત પ્રત્યે ઉંડી શોક વ્યક્ત કરતા કેન્દ્રએ કહ્યું કે માત્ર એક જ કેસમાં રાષ્ટ્રીય છઈહ્લૈં સમિતિ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં રસી સંબંધિત છઈહ્લૈં મૃત્યુનું કારણ હોવાનું જણાયું હતું.
વળતર માટે અરજદારની અરજીને નકારી કાઢતાં મંત્રાલયે જણાવ્યું હતું કે, જાે કોઈ વ્યક્તિને છઈહ્લૈંથી શારીરિક ઈજા અથવા મૃત્યુ થાય તો તેમના પરિવારો પાસે નુકસાન/વળતર મેળવવા માટે સિવિલ કોર્ટનો સંપર્ક કરવા સહિતના વિકલ્પો ખુલ્લા છે. બેદરકારી માટેના આ દાવા માટે કેસને આધારે ર્નિણય લેવાનો રહેશે. વરિષ્ઠ એડવોકેટ કોલિન ગોન્સાલ્વિસ દ્વારા કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું કે, જાે રસી પછીની અસરો સાથે જાણકારી આપવામાં આવી હોત તો આ મૃત્યુ ન થયા હોત. સામે પક્ષે કેન્દ્રએ કોર્ટને જણાવ્યું કે, સૂચિત સંમતિનો ખ્યાલ રસી જેવી દવાના સ્વૈચ્છિક ઉપયોગ પર લાગુ પડતો નથી. છઈહ્લૈંના આંકડા આપતા સરકારે કહ્યું કે, કુલ ડોઝની તુલનામાં આડઅસરથી મૃત્યુનો આંકડો ખૂબ જ ઓછા છે.
એફિડેવિટમાં જણાવ્યું હતું કે, ૧૯ નવેમ્બર, ૨૦૨૨ સુધી દેશમાં આપવામાં આવેલ કોવિડ-૧૯ રસીના ૨૧૯.૮૬ કરોડ ડોઝમાંથી ૯૨,૧૧૪ છઈહ્લૈંજ નોંધવામાં આવ્યા છે, તેમાંથી ૮૯,૩૩૨ (૦.૦૦૪૧%) સામાન્ય/ગૌણ છઈહ્લૈંજ હતા, જ્યારે માત્ર ૨૭૮૨ (૦.૦૦૦૧૩%) મૃત્યુ સહિત ગંભીર અથવા ગંભીર છઈહ્લૈંમાં પરિણમ્યા હતા. કેન્દ્રએ સ્વીકાર્યું કે આ તમામ ગંભીર છઈહ્લૈંનું ઉંડાણપૂર્વક વિશ્લેષણ હજુ બાકી છે પરંતુ તેને કારણે રસીને જ પ્રત્યક્ષ જવાબદાર ઠેરવવી ખૂબ જ ઉતાવળ ગણાશે. પ્રથમ અરજદારની પુત્રી રચના ગંગુને ગયા વર્ષે ૨૯ મેના રોજ કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો અને ૧૯ જૂનના રોજ એક મહિનાની અંદર તેનું નિધન થયું હતું.
બીજા અરજદાર વેણુગોપાલન ગોવિંદનની પુત્રીને કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ ૧૮ જૂને મળ્યો અને ગયા વર્ષે ૧૦ જુલાઈના રોજ તેનું અવસાન થયું. સોગંદનામામાં હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા જણાવાયું છે કે, પ્રથમ અરજદારની પુત્રીને થ્રોમ્બોસિસ અને થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (્્જી) થયો હતો જે વૈશ્વિક સ્તરે નોંધાયેલ ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ રસીને કારણે થતું એક દુર્લભ છઈહ્લૈં છે. ૩૦ સપ્ટેમ્બર સુધી ભારતમાં ્્જીના ૨૬ છઈહ્લૈં કેસ નોંધાયા છે, જેમાંથી માત્ર ૧૨ જ મૃત્યુ પામ્યા છે. કેનેડામાં નોંધાયેલા ૧૦૫ ્્જી અને ઓસ્ટ્રેલિયામાં ૧૭૩ કેસ કરતાં આ આંકડા ઓછા હતા.
અરજદારોએ ગયા વર્ષે ૧૪ જુલાઈ અને ૧૬ જુલાઈના રોજ વડાપ્રધાન કાર્યાલયને અલગ-અલગ રજૂઆતો મોકલી હતી, જેનો કોઈ જવાબ મળ્યો ન હોવાનો દાવો પણ કર્યો હતો. જાેકે, કેન્દ્રએ દાવો કર્યો હતો કે ડિસેમ્બર ૨૦૨૧ અને માર્ચ ૨૦૨૨માં એક વખત અગાઉ તેમની રજૂઆતોનો જવાબ આપ્યો હતો. પિટિશનમાં તેણે ઓટોપ્સી રિપોર્ટ અને વળતરની વિગતો માંગી હતી અને તેને ચેરિટીમાં દાન કરવાની ઓફર પણ કરી હતી.
Recent Comments