અમરેલી

ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર બંનેએ એક બીજાના નામ લીધા વગર આક્રમણ પ્રહારો કર્યા!

અમરેલી જિલ્લામા રાતે પ્રચારની અંતિમ રાતે ભાજપ કાૅંગ્રેસએ સભાઓ કરી આક્રમણ રીતે પ્રચાર કર્યો છેલ્લી ઘડીએ હવે સીધો જંગ જામ્યો છે. ૯૮ રાજુલા જાફરાબાદ ખાંભા બેઠક ઉપર રાજુલા તાલુકાની કોંગ્રેસના ઉમેદવાર અંબરીષ ડેર દ્વારા વિજય ચોક ખાતે સમગ્ર તાલુકાની સભા યોજી જન આશીર્વાદ સભા યોજી જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. શહેરના લોક અને આસપાસના ગામડાના લોકોની વિશાળ જનમેદની વચ્ચે સભા સંબોધી અને અહીં કોંગ્રેસના ઉમેદવાર અંબરીષ ડેર દ્વારા સવખર્ચએ બગીચો બનાવી દેવાની સહિત અનેક વાતો કરી અને સામે ભાજપના ઉમેદવાર હીરા સોલંકીનું નામ લીધા વગર પ્રહારો કરતા રાજકારણ ગરમાયુ હતુ. આ સભાથી થોડે દુર રાજુલા શહેરની મુખ્ય બજાર હવેલી ચોક ખાતે ભાજપના ઉમેદવાર હીરા સોલંકી દ્વારા વેપારીઓ સાથે બેઠક યોજી ત્યા પણ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.

અહીં ભાજપના ઉમેદવાર હીરા સોલંકીએ પણ કોંગ્રેસના ઉમેદવાર અંબરીષ ડેર નું નામ લીધા વગર પ્રહારો કર્યા હતા અને આવતા દિવસોમાં વિકાસના કામો કરવાની વાતો કરી અને વચનો નહિ વધુમાં વધુ રાજુલા વિસ્તારમાં કામ કરવાનો દાવો કર્યો હતો જેના કારણે અહીં પણ રાજકારણ ગરમાયુ હતુ. રાજુલા શહેરમાં ભાજપ કોંગ્રેસ બંનેની સભાઓ યોજાતા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ઉપરાંત સમગ્ર સભા ઉપર ચૂંટણી પંચના કર્મચારીઓ દ્વારા સીધી નજર રાખવામા આવી હતી. આમ છેલ્લી ઘડીએ પ્રચાર આક્રમણ કરતા જાેવા મળ્યા હતા. આજે અંતિમ બપોર બાદ ચેલો દિવસ પ્રચાર સભાઓ સાંજે સંપૂર્ણ બંધ થશે.

Related Posts