કેવડીયા કોલોનીની માધ્યમિક સ્કૂલમાંથી રૂ ૫૯,૩૦૦ના મુદ્દામાલની ચોરી, પોલીસે હાથ ધરી તપાસ
નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ગામમાં આવેલી સ્કૂલમાંથી કોઈ અજાણ્યા ઈસમોએ સામાનની ચોરી લઇ જતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. માધ્યમિક સ્કૂલમાંથી રૂપિયા ૫૯,૩૦૦ના મુદ્દામાલની ચોરી થતાં ફરિયાદ નોંધી ચોરને શોધવા માટે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર કેવડીયાની રામચોક માધ્યમીક હાઈસ્કુલના જુના બંધ મકાનના પાછળના ભાગે લોંખડની જાળી તોડી તસ્કરો સ્કુલમાં પ્રવેશ્યા હતા. સરકારી હાઈસ્કુલના મકાનમાં મુકેલા સીલીંગ ફેન નંગ ૧૫૧ કીંમત રૂ ૧૨૧૦૦/- તથા પ્રયોગશાળાના સાધનોની બજાર કીંમત રૂ ૪૦૦૦ તથા લેબમાં અલગ અલગ રૂમમાં મુકેલા પરચુરણ સામાન કીંમત રૂ ૩૭૦૦/- તથા કોમ્પ્યુટર લેબમાં મુકેલા ૭ કોમ્યુટરોની બજાર કીંમત રૂ ૨૮૦૦૦/- તેમજ એક સેમસંગ કંપનીની એલસીડી ટી.વી. જેની બજાર કીંમત રૂ ૫૦૦૦- તેમજ હાઇસ્કુલના બીલ્ડીંગમાથી દરેક રૂમોમાં મુકેલા અન્ય પરચુરણ સામાનની કીંમત રૂ ૩૦૦૦ /- તથા બીલ્ડીંગના મકાનમાં આવેલા નળ તથા લોખંડની જાળીઓની કીંમત રૂ ૩૫૦૦- ની ચોર ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેને લઈ જતા કેવડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Recent Comments