બગસરા સખી મતદાન મથક ખાતે ‘અવસર લોકશાહીનો’ રંગોળી અને આકર્ષક ફૂલ છોડ સાથે સજાવટ કરવામાં આવી
વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ દરમિયાન જિલ્લામાં મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે અને આ મતદાન મથકોમાં સખી મતદાન મથક, દિવ્યાંગ મતદાન મથક, ઇકો ફ્રેન્ડલી મતદાન મથક સહિત વિવિધ પ્રકારના વિશેષ મતદાન મથક કાર્યરત છે. ૯૪- ધારી બગસરા વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ બગસરા ખાતે સખી મતદાન મથક કાર્યરત કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સખી મતદાન મથક ખાતે ચૂંટણીલક્ષી ફરજ પર તમામ અધિકારી-કર્મચારીઓ મહિલાઓ હોય છે. બગસરા સ્થિત આ સખી મતદાન મથક ખાતે ‘અવસર લોકશાહીનો’ રંગોળી અને આકર્ષક ફૂલ છોડ સાથે સજાવટ પણ કરવામાં આવી.
Recent Comments