fbpx
રાષ્ટ્રીય

ઉતરપ્રદેશમાં દુકાનમાં આગ લાગતાં એક જ પરિવારના ૬ લોકોના મોત, ૩ની હાલત હજી ગંભીર

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદના જસરાનામાં મંગળવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. વાસ્તવમાં અહીં એક ઈલેક્ટ્રોનિક્સ અને ફર્નિચરની દુકાનમાં ભીષણ આગ લાગવાને કારણે એક જ પરિવારના ૬ લોકોના બળીને મોત થયા. અકસ્માતમાં ૩ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ જણાવવામાં આવી રહ્યું છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. ઉતાવળમાં અકસ્માતની માહિતી પોલીસ અને ફાયર વિભાગને આપવામાં આવી હતી. માહિતી મળતાં જ મોટી સંખ્યામાં પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફિરોઝાબાદના એસપી આશિષ તિવારીએ જણાવ્યું કે આ ઘટના જસરાના વિસ્તારના પાઢમ કસ્બામાં બની હતી. અહીં એક ઇન્વર્ટરમાં શોર્ટ સર્કિટ થયું હતું. જેણે વિકરાળ આગનું સ્વરૂપ ધારણ કર્યું હતું. તેમણે જણાવ્યું કે અકસ્માતમાં એક જ પરિવારના ૬ લોકોના મોત થયા છે.

જેમાં ૪ બાળકોનો પણ સમાવેશ થાય છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ૧૮ ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. ફિરોઝાબાદના એસપી આશિષ તિવારીએ જણાવ્યું કે આગરા, મૈનપુરી, એટાહ અને ફિરોઝાબાદના ૧૮ ફાયર એન્જિન આગ ઓલવવામાં રોકાયેલા છે. આ સાથે ૧૨ પોલીસ સ્ટેશનની પોલીસ પણ ઘટનાસ્થળે હાજર છે. તેમણે કહ્યું કે તે ગીચ વિસ્તાર છે, તેથી બચાવકર્તાઓએ વધુ પ્રયત્નો કરવા પડ્યા. તેમણે કહ્યું કે અમે હજુ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે અંદર કોઈ ફસાયું છે કે કેમ. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, દુકાનમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે તેને આખી ઈમારતને પોતાની લપેટમાં લીધી હતી. આ ભયાનક અકસ્માતમાં જીવ ગુમાવનાર પરિવાર આ જ બિલ્ડિંગમાં રહેતો હતો. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ફિરોઝાબાદમાં થયેલા ભયાનક અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. આ સાથે સીએમ યોગીએ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી તેમની આત્માને શાંતિની કામના કરી છે. તે જ સમયે, સીએમ યોગીએ મૃતકોના પરિવારને ૨ લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાનો નિર્દેશ આપ્યો હતો.

Follow Me:

Related Posts