ખુશનુમા સવારે વડીયા તાલુકાના વિવિધ મતદાન મથકો પર મતદારોએ પોતાના મતદાનના અધિકાર અને ફરજ પૂર્ણ કર્યા
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ૯૫-અમરેલી વિધાનસભા મતવિભાગમાં સમાવિષ્ટ વડીયા તાલુકાના જુદાં-જુદાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના મતદાન મથકો ખાતે દિવ્યાંગ તથા વરીષ્ઠ મતદારોએ મતદાન માટે અનેરો ઉત્સાહ દાખવી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. મહત્વનું છે કે, જિલ્લામાં ગુલાબી ઠંડી અને સામાન્ય શીત પવન હોવા છતાં ખુશનુમા સવારે મતદારોએ પોતાના મતદાનના અધિકાર અને ફરજ પૂર્ણ કરી હતી.
Recent Comments