વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ને લઈ આજરોજ પ્રથમ તબક્કાનું મતદાન ચાલુ છે. અમરેલી જિલ્લામાં કુલ પાંચ વિધાનસભા બેઠકો આવેલી છે. ૯૬-લાઠી વિધાનસભા બેઠક પર આજરોજ સવારના ૮ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધીમાં કુલ ૧૮.૮૧ ટકા મતદાન નોંધાયું છે, જેમાં પુરુષ મતદારોની ટકાવારી ૨૨.૫૧ છે અને મહિલા મતદારોની ટકાવારી ૧૪.૮૨ છે. સમગ્ર અમરેલી જિલ્લામાં ઉત્સાહપૂર્વક મતદાન ચાલી રહ્યું છે.
૯૬-લાઠી વિધાનસભા સીટ પર સવારના ૮ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધીમાં કુલ ૧૮.૮૧ ટકા મતદાન નોંધાયું

Recent Comments