દિલ્હીમાં સંસદનું શિયાળુ સત્ર ૭મીથી શરૂ,૧૬ નવા બિલ રજૂ થઈ શકે
દિલ્હીઃ સરકાર ૭મી ડિસેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં ૧૬ નવા બિલ રજૂ કરી શકે છે. આમાં બહુ-રાજ્ય સહકારી મંડળીઓમાં જવાબદારી વધારવા અને ચૂંટણી પ્રક્રિયામાં સુધારો કરવા સંબંધિત બિલો સમેલ છે. આગામી સત્રમાં નેશનલ ડેન્ટલ કમિશન બિલ પણ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ બિલમાં નેશનલ ડેન્ટલ કમિશનની સ્થાપના કરવાની અને ડેન્ટિસ્ટ એક્ટ, ૧૯૪૮ને રદ કરવાનો પ્રસ્તાવ છે. આ સાથે જ નેશનલ નર્સિંગ કમિશન સંબંધિત બિલ પણ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આમાં, નેશનલ નર્સિંગ કમિશનની સ્થાપના કરવાનો અને ભારતીય નર્સિંગ કાઉન્સિલ એક્ટ, ૧૯૪૭ને રદ કરવાનો પ્રસ્તાવ છે.
ગુરુવારે જાહેર કરાયેલા લોકસભા બુલેટિન પ્રમાણે બહુ-રાજ્ય સહકારી મંડળીઓ બિલ, ૨૦૨૨ સહકારી સંસ્થાઓમાં શાસનને મજબૂત બનાવવા, પારદર્શિતા અને જવાબદારી વધારવા અને ચૂંટણી પ્રક્રિયામાં સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે રજૂ કરવામાં આવી રહ્યું છે. આ સત્ર દરમિયાન ઝ્રટ્ઠર્હંહદ્બીહં મ્ૈઙ્મઙ્મ, ૨૦૨૨(ટ્ઠ)અને ઙ્ઘટ્ઠિકં ઙ્મટ્ઠુ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ વિધેયકના ઉદ્દેશ્યોમાં છાવણીઓમાં “જીવવાની સરળતા” વધારવાનો પ્રસ્તાવ પણ સામેલ છે. આ દરમિયાન રજુ કરવામાં આવનાર બિલોની યાદીમાં જૂના ગ્રાન્ટ (રેગ્યુલેશન) બિલ, ફોરેસ્ટ (સંરક્ષણ) સુધારા બિલ, કોસ્ટલ એક્વાકલ્ચર ઓથોરિટી (સુધારા) બિલ વગેરેનો સમાવેશ થાય છે.
Recent Comments