fbpx
ગુજરાત

મહીસાગર જિલ્લામાં ‘અવસર લોકશાહીનો’ કેમ્પેઈનને લઈ એકલવ્ય મા.શાળા ખાતે મતદાન જાગૃતિ રેલી યોજાઇ

વિધાનસભાની સામાન્ય ચુંટણી ૨૦૨૨માં મતદાન કરવા માટે લોકોમાં જાગૃત્તિ કેળવવા અર્થે મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લામાં વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. મહીસાગર જિલ્લાની શાળાઓ ખાતે વિધાર્થીઓ અને શાળા પરિવારના સફળ સંકલન દ્વારા અવનવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં તાજેતરમાં અવસર લોકશાહીનો કેમ્પેઇન અંતર્ગત એકલવ્ય મા.શાળા ડિટવાસ ખાતે મતદાર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મહત્તમ લોકોએ ભાગ લઇ રેલી સફળ બનાવી હતી. આ ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને દરેક નાગરિક સહર્ષ રીતે આ પ્રક્રિયાનો ભાગ બને એવા પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર મહીસાગર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યાં છે.

Follow Me:

Related Posts