મધ્યપ્રદેશમાં બસ ડ્રાઈવરને અચાનક હાર્ટ અટેક આવ્યો, કેટલાય લોકોને કચડી નાખ્યા
મધ્ય પ્રદેશમાં એક ભયંકર રોડ અકસ્માત થયો છે. ઘટના જબલપુરની છે, જ્યાં ૫૦ યાત્રિઓને લઈ જઈ રહેલી મેટ્રો બસના ડ્રાઈવરને અચાનક હાર્ટ અટેક આવ્યો અને તેમાં તેનું મોત થઈ ગયું હતું. ડ્રાઈવરનું મોત થયા બાદ બેકાબૂ થયેલી બસે છ રાહદારીઓને કચડી નાખ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમનો ભયાનક સીસીટીવી ફુટેજ સામે આવ્યો છે. બસને દમોહ નાકા વિસ્તારમાં ટ્રાફિક સિગ્ન પર ઊભેલા રાહદારીઓને કચડી નાખ્યા હતા. જબલપુરના દમોહ નાકા વિસ્તારમાં તે સમયે હડકંપ મચી ગયો, જ્યારે મેટ્રો બસ બેકાબૂ થઈ ગઈ હતી.
રાહદારીઓ અને વાહનોને ટક્કર મારી મેટ્રો બસ રોડ કિનારે જઈને ઊભી રહી હતી. આ દુર્ઘટના જેણે પણ જાેઈને તેના રુંવાડા ઊભા થઈ ગયા. લોકોને પહેલા તો ડ્રાઈવર દારુના નશામાં બસ ચલાવતો હોવાનું લાગ્યું પણ જ્યારે ડ્રાઈવર બેભાન અવસ્થામાં જાેવા મળ્યો તો, તેને હોસ્પિટલે લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. હકીકતમાં મેટ્રો બસ ડ્રાઈવરને હાર્ટ અટેક આવ્યો હતો. જેનાથી તેનું મોત થઈ ગયું અને તે મેટ્રો બસ પર પોતાનું કંટ્રોલ ખોઈ બેઠો હતો. આ દુર્ઘટનામાં મેટ્રો બસ ચાલકે ઈ રિક્ષા, ઓટો રિક્ષા અને બાઈકને ટક્કર મારી દીધી હતી.
આ દુર્ઘટનામાં છ રાહદારીઓને ઈજા થઈ હતી. જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તમામ ઘાયલ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા છે. મેટ્રો બસ ચાલકની લાશ પોસ્ટમોર્ટમ માટે રવાના કરી દેવામાં આવી છે. હાલમાં આ સમગ્ર મામલાની તપાસમાં પોલીસ લાગી ગઈ છે, કેમ કે મોટા ભાગે જાેવામાં આવે છે કે, ઠંડીની સીઝનમાં હાર્ટ અટેકની ઘટનાઓ વધી જાય છે. સવારના સમયે મેટ્રો બસ ચાલકને આવી રીતે હાર્ટ અટેક આવવો લોકો માટે ચોંકાવનારુ હોય છે. દુર્ઘટના હજૂ પણ વધારે ભયંકર થઈ શકી હોત, પણ સમય રહેતા બસ રોડના કિનારે જઈને ઊભી રહી ગઈ હતી.
Recent Comments