fbpx
ગુજરાત

સુરતના ગોડાદરામાં શોર્ટસર્કિટથી સિટી બસમાં આગ ભભૂકી, કોઈ જાનહાનિ નહિ

સુરતના ગોડાદરા વિસ્તારમાંથી પસાર થતી સિટી બસમાં શોર્ટસર્કિટ થતાં આગ લાગી હતી. આગ લાગતાં જ મુસાફરોને બસમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. આગની આ ઘટનામાં બસ સંપૂર્ણપણે બળીને ખાક થઇ જવા પામી હતી, જાેકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. સુરતના ગોડાદરા વિસ્તારમાંથી પસાર થતી બ્લૂ કલરની સિટી બસ ચજીજે૦૫બીએક્સ ૩૨૨૫ૃમાં આગ લાગી હતી. એને લઈને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી.

બસ ગોડાદરાથી ચોકબજાર જઈ રહી હતી. એ વેળાએ શોર્ટસર્કિટ થતાં બસમાં આગ લાગી હતી. બસમાં આગ લાગતાં જ મુસાફરોને ઉતારી દેવામાં આવ્યા હતા. જાેકે પળભરમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની આ ઘટનામાં બસ સંપૂર્ણપણે બળીને ખાક થઇ ગઈ હતી. તો બીજી તરફ આ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગે આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવી લીધો હતો, પરંતુ ત્યાં સુધીમાં બસ બળીને ખાક થઇ ગઈ હતી.

ફાયર વિભાગે જણાવ્યું હતું કે સવારે બસમાં આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આગમાં બસ બળીને ખાખ થઈ ગઈ હતી. બસના એન્જિનમાં શોર્ટસર્કિટ થયા બાદ આગ લાગ્યાનું અનુમાન છે તેમજ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ના હતી. બીજી તરફ બનાવની જાણ થતાં ત્યાં પોલીસકાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

Follow Me:

Related Posts