fbpx
સૌરાષ્ટ - કચ્છ

ગીર સોમનાથમાં પાડોશીએ બેઝબોલના ધોકા વડે મકાન માલિક ઉપર હુમલો કર્યો

“અમોને પુછ્યાં વગર મકાન ભાડે આપશો તો તમો બન્ને ભાઈઓને જાનથી મારી નાખીશું” આવી ધમકી આપી બે યુવાનોએ ભાડુઆત મકાન ખાલી કરાવવા જેવી બાબતે પાડોશમાં રહેતા મકાન માલિક યુવક ઉપર બેઝબોલના ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં માથામાં ગંભીર ઇજા થવાથી ગંભીર રીતે ઘવાયેલા મકાન માલિકને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતા. આ જીવલેણ હુમલાનો લાઈવ વીડિયો સામે આવ્યાં છે. જેના આધારે પોલીસે હુમલાખોર બે ભાઈઓ વિરુદ્ધ હત્યા કરવાના પ્રયત્ન સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વેરાવળના પોષ વિસ્તારમાં બનેલી આ ઘટના અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, સાંજે શહેરના ટાગોર નગર-૨માં રહેતા દિનેશ તથા રવિ પીદવાણીએ તેમનું બાજુમાં આવેલું બીજું મકાન બિહારી યુવાનોને ભાડેથી આપ્યું હતુ.

જેને લઈ અઠવાડીયાં પહેલા પાડોશમાં રહેતા મુકેશ અને શંકર રામચંદાણી નામના બંન્ને ભાઈઓને રવિ પીદવાણીને કહ્યું હતું કે, તમે બિહારી છોકરાઓને આપેલું મકાન ખાલી કરાવી નાખજાે. જેથી ભાડુઆતોને અન્ય રહેવાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતુ. બાદમાં સાંજે ભાડુઆતો મકાન ખાલી કરી રહ્યાં હોવાથી ત્યાં ઘરની બહાર ઉભા હતા. એ સમયે પાડોશમાં રહેતા શંકર અને મુકેશ બન્ને ભાઈઓએ ત્યાં આવીને હવે જે-તે ને મકાન ભાડે આપતા નહીં, નહીંતર ભાડુઆતોને તો નહીં રહેવા દઈએ અને તમને પણ મકાન ખાલી કરાવી કાઢી મુકીશું, તેમ કહીને ગાળો આપવા લાગ્યાં હતા. બાદમાં ઉશ્કેરાઈ ગયેલા શંકરે તો તમોને જાનથી મારી નાખવા છે, તેમ કહીને ઘરમાંથી બેઝબોલનો ધોકો લઈને રવિને માથામાં માર્યો હતો, બાદમાં શરીરે પણ બે ઘા માર્યા હતા. ત્યારે હો-દેકારો થઈને આસપાસના લોકો દોડીને આવતા મુકેશ અને શંકર બંન્ને ભાઈઓએ જતા જતા અમોને પુછ્યા વગર મકાન ભાડે આપશો તો તમો બંન્ને ભાઈઓને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી નાસી ગયા હતા.

બાદમાં ગંભીર રીતે ઘવાયેલા મકાન માલીક રવિ પીદવાણીને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલો હતા. જ્યાં સારવાર આપતા માથામાં દસ ટાંકા લેવા પડ્યા હતા. તો આ જીવલેણ હુમલાના લાઈવ વીડિયો વાયરલ થઈ સામે આવ્યા છે. જ્યારે હુમલા અંગે મકાન માલીક રવિએ ઉપરોકત વિગતો સાથે મુકેશ અને શંકર રામચંદાણી સામે ફરીયાદ કરતા પોલીસે આઈપીસી કલમ ૩૦૭, ૩૨૩, ૫૦૪, ૧૧૪, ૫૦૬(૨) જીપીએક્ટ ૧૩૫ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પીઆઈ એસ.એમ.ઈશરાણીએ ગંભીરતા દાખવી આરોપી બંન્ને ભાઈઓને ગણતરીના કલાકોમાં ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts