fbpx
ગુજરાત

કડીમાં ૭ મકાનોના તાળા તોડી તસ્કરો રફુચક્કર થયા, સીસીટીવી સામે આવ્યા

કડી પંથકમાં થોડાક દિવસોથી ચોરી, ઘર ફોળચોરી, વાહન ચોરી જેવી ચોરીઓમાં વધારો જાેવા મળી રહ્યો છે. ત્યારે કડી પંથકના નાની કડી વિસ્તારમાં આવેલા બે સોસાયટીના ૭ મકાનોના લોક તોડી તસ્કરો ફરાર થઈ ગયા હતા. જ્યાં ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણીની આગલી રાત્રે તસ્કરોએ નાની કડી વિસ્તારમાં આવેલ સંતરામ કુટીર સોસાયટીમાં એક જ રાતમાં ૬ મકાનોના લોક તોડીને રોકાણ રકમ તેમજ સોના ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. તેમજ સંતરામ કુટીર સોસાયટીના બાજુમાં આવેલા કૌશલ્ય બંગ્લોઝમાં એક મકાનનું તાળું તોડીને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા. જ્યારે સંતરામ કુટીર સોસાયટીમાં લગાવેલા સીસીટીવી ટીવી કેમેરામાં ચડ્ડી બનીયાન ધારી ગેંગના તસ્કરો નજરે પડી રહ્યાં છે. કડી તાલુકાના નાની કડી વિસ્તારમાં આવેલા બે સોસાયટીના સાત મકાનો તોડી ચડ્ડી બની તસ્કરો ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો.

સંતરામ સોસાયટીમાં રહેતા રાહુલભાઈ આચાર્ય અને તેમના પત્ની શિક્ષક તરીકેની ફરજ બજાવી રહ્યા છે જેથી તેઓને ચૂંટણીની કામગીરીને લઈને તેઓ ચૂંટણી ફરજમાં ગયા હતા. જ્યાં ઘરે લોક મારીને તેઓ નીકળ્યા હતા અને તેઓને જાણ થઈ હતી બીજા દિવસે કે તેમના ઘરનું લોક તૂટ્યું છે. તેમજ તેમના ઘરની બાજુમાં રહેતા પડોશીના ઘરે લગાવેલા સીસીટીવી કેમેરામાં ચારથી પાંચ ચડ્ડી બન્યાન ધારી ગેંગના તસ્કરો નજરે પડી રહ્યા છે અને મો ઉપર બુકાની બાંધી હોય તેવું પણ સીસીટીવીમાં નજરે પડી રહ્યું છે. તેમજ સંતરામ કુટીર સોસાયટીમાં રહેતા અન્ય બી વિભાગના ૧૨ નંબરમાં રહેતા દિનેશભાઈ વાણંદ કે જેઓ સોસાયટીમાં તેઓનું સાસરુ થતું હોવાથી તેઓ સાસરીમાં પરિવાર સાથે ગયા હતા અને ઘરનું લોક તૂટ્યું હતું.

જ્યારે નીતિનભાઈ પટેલ કે જેઓનું મૂળ વતન કાસવા અને તેઓ તલાટીની નોકરી કરે છે અને તેઓને વતનમાં વોટીંગ કરવા માટે પરિવાર સાથે ગયા અને તેમના ઘરનું લોક તૂટ્યું. સંતરામ કુટીર સોસાયટીમાં એ ૨૫ નંબરમાં રહેતા જતીન પટેલ કે જેઓ પરિવાર સાથે ખંડેરા પુરા પોતાના વતને મત આપવા માટે ગયા અને તેમનું મકાન ટુટયું જ્યાં ચંડી બનિયાન ધારી ગેંગ એક જ સોસાયટીમાં એક જ રાતમાં છ મકાનોના લોક તોડી રોકાણ રકમ તેમજ સોના ચાંદીના દાગીના લઈને ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ચકમચ મચી જવા પામ્યો હતો અને કડી પોલીસને જાણ કરવામાં આવી હતી. નાની કડી વિસ્તારમાં આવેલા કૌશલ્ય બંગ્લોઝમાં રહેતા ભાવેશભાઈ પટેલ જેમનો ભત્રીજાે વિદેશ અભ્યાસ સારું જતો હોવાથી તેઓ પરિવાર સાથે અમદાવાદ એરપોર્ટ ઉપર મૂકવા માટે ગયા હતા અને બીજા દિવસે બપોરે પોતે ઘરે આવતા તેઓએ જાેયું તો તેમના ઘરનું લોક તૂટેલી હાલતમાં હતું અને મકાનની બારીના લોખંડના સળિયા તૂટેલી હાલતમાં જાેયા હતા.

ઘરની અંદર પ્રવેશીને જાેયું તો ઘરનો સામાન વેર વિખેર હાલતમાં હતો. તિજાેરીની તપાસ કરતા તિજાેરી ખુલ્લી હાલતમાં હતી. તિજાેરીની અંદર સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ એમ કુલ રૂપિયા ૫૫,૫૦૦ ની ચોરી થઈ હોવાનું માલુમ થતાં તેઓએ કડી પોલીસને જાણ કરવામાં આવી હતી. કડી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ૫ ડિસેમ્બરના રોજ કડી પોલીસે તેમની ફરિયાદ લીધી હતી અને અન્યના નિવેદન લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.કડી શહેરના નાની કડી વિસ્તારમાં બે સોસાયટીમાં ૭ મકાનોના તાળા તોડી ચડી બનિયાન ધારી ગેંગના તસ્કારો ફરાર થઈ જતા સમગ્ર વિસ્તાર ભાઈના ફોટા હેઠળ જીવી રહ્યો હોય તેવું જાેવા મળી રહ્યું છે.

જ્યાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૫ ડિસેમ્બરના રોજ યોજાઇ હતી અને તેની આગલી રાત્રે જ નાની કડી વિસ્તારમાં બે સોસાયટીના સાત મકાનોના તાળા તોડી ચડ્ડી બનીયાન ધારી ગેંગના તસ્કરો રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. જ્યાં કડી પોલીસ ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોય અલગ અલગ જગ્યાએ બંદોબસ્તમાં વ્યસ્ત હતી. જ્યાં એકી સાથે સાત મકાનોના તાળા તોળી ચડ્ડી બન્યા ધારી ગેંગના તસ્કરોએ આજ ફેરો કરીને રફુચક્કર થઈ જતા કડી પોલીસ દોડતી થઈ ગઈ હતી અને પાંચ ડિસેમ્બરના રોજ સાંજના સમયે ડોગ સ્કોડ બોલાવીને તપાસ હાથ ધરી હતી. તેમજ ૬ ડિસેમ્બરે એફએસએલની ટીમ બોલાવીને ફિંગર લેવામાં આવી હતી અને પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

Follow Me:

Related Posts