પૂરપાટ ઝડપે જઈ રહેલી ટ્રક કરજણ ટોલ પ્લાઝાની ઓફિસમાં ઘૂસી, કોઈ જાનહાનિ થઈ નહોતી

વડોદરા જિલ્લાના કરજણ ટોલ પ્લાઝા પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલી ટ્રક ટોલ પ્લાઝાની ઓફિસમાં ઘૂસી ગઇ હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં ટ્રક ટોલ પ્લાઝની ઓફિસમાં ઘૂસી જતી દેખાય છે. વડોદરાથી સુરત જતા નેશનલ હાઈવે નં-૪૮ પર કરજણ પાસે ટોલ પ્લાઝા આવેલો છે. આ ટોલ પ્લાઝા પર સાંજે એક પૂરપાટ ઝડપે ધસમસતી ટ્રક ટોલ પ્લાઝાની ઓફિસમાં ઘૂસી ગઇ હતી. આ સમયે ટોલ પ્લાઝામાં હાજર તમામ કર્મચારીઓ ગભરાઈ ગયા હતા. ટ્રક ટોલ પ્લાઝાની ઓફિસમાં ઘૂસી જતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. જાેકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આ ઘટનામાં ટોલ પ્લાઝામાં ઘૂસી ગયેલી ટ્રકનો ચાલક ઈજાગ્રસ્ત થયો હતો.
તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ કરજણ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી છે. સાંજે કર્મચારીઓ પોતપોતાનાં કામમાં વ્યસ્ત હતા. કેટલાક લોકો ટોલ પ્લાઝાની ઓફિસની બહાર નીકળી રહ્યા હતા. આ સમયે અચાનક ટ્રક ઓફિસમાં ઘૂસી આવતા કર્મચારીઓને શું કરવું અને ક્યાં જવું તેનો પણ સમય મળ્યો નહોતો. કર્મચારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી અને ટોલ પ્લાઝાના કર્મચારીઓએ માંડ માંડ જીવ બચાવ્યો હતો.
Recent Comments