મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાના અક્કલકુવામાં મદ્રેસામાં સોનગઢના સગીરે સહપાઠીને ચપ્પુ મારતા મોત
મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાના અક્કલકુવા શહેરમાં આવેલી જામિયા મદ્રેસામાં અભ્યાસ કરતો અમદાવાદના ૧૫ વર્ષીય વિદ્યાર્થીનો મોબાઈલ ફોન બે દિવસ અગાઉ ચોરાઈ ગયો હતો. જેની શંકા ત્યાં સાથે અભ્યાસ કરતો ૧૪ વર્ષીય સોનગઢના વિદ્યાર્થી પર જતાં તેણે ફરિયાદ કરવાની ધમકી આપતાં સોનગઢના વિદ્યાર્થીએ અમદાવાદના વિદ્યાર્થીને બાથરૂમમાં ચપ્પુના ઉપરાછાપરી ઘા મારી હત્યા કરી હતી. પોલીસે સગીરની પૂછતાછ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસે પ્રાપ્ત થતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના અક્કલકૂવા ખાતે આવેલ જામિયા મદ્રેસામાં રાત્રીના હોસ્ટેલમાં બંધ બાથરૂમમાં વિદ્યાર્થીનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. જે અંગે પોલીસે તપાસ કરતાં મૃતક વિદ્યાર્થી ફૈઝલ રહેમાન તરકી (૧૫) (રહે. એ.૪ ગુલશન હાઉસ નજીક વિશ્વભારતી સ્કૂલ શાહપુર અમદાવાદ, મૂળ ગામ બિહાર) હોવાનું બહાર આવ્યું હતું.
વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે ફૈઝલનો મોબાઈલ બે દિવસ અગાઉ ચોરાઈ ગયો હતો. જે મોબાઈલ તેમની સાથે મદ્રેસામાં અભ્યાસ કરતો સોનગઢનો ૧૪ વર્ષીય વિદ્યાર્થીએ ચોરી કર્યો હોવાની શંકા હતી. જેથી ફેઝલે ચોરી કરનારને પોલીસમાં ફરિયાદ કરવા જણાવ્યું હતું. જેથી તે ગભરાઈ જઈ ફૈઝલને હોસ્ટેલમાં લઈ બાથરૂમમાં ઉપરાછાપરી ચપ્પના ઘામારી હત્યા કરી હતી. અક્કલકુવા પોલીસે સીસીટીવી ફૂટેજ અને કપડાં પરના લોહીના ડાઘાના આધારે પોલીસે સગીરની અટકાયત કરી છે. અને હાલ પોલીસ દ્વારા સગીરની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે.
Recent Comments