સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં જાેળવા પાટિયા નજીક સવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકની સામે અચાનક બાઇકસવાર આવી જતા ટ્રકનાં ચાલકે બ્રેક મારતા પાછળ ચાલી રહેલ રીક્ષા ટ્રકમાં અથડાઈ હતી. જે અકસ્માતમાં રીક્ષામાં સવાર બે મહિલાઓને ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ઘટના બાબતે પ્રાપ્ત થતી માહિતી મુજબ બારડોલીથી સુરત નેશનલ હાઇવે પર ટ્રક નંબર જીજે-૧૬-એવી-૮૧૪૫ પસાર થઈ રહી હતી.
તે દરમિયાન પલસાણા તાલુકાના જાેળવા પાટિયા નજીક ટ્રકની સામે અચાનક એક બાઇકસવાર આવી ગયો હતો. ત્યારે ટ્રકના ચાલક ભુપેન્દ્ર યાદવે ઇમરજન્સી બ્રેક મારી હતી. જેમાં ટ્રકની પાછળ ચાલતી રીક્ષાનો ચાલક બ્રેક મારે તે પહેલાં તો રીક્ષા ધડાકાભેર અથડાઈ હતી. જે અકસ્માતમાં રીક્ષાનાં ચાલકનો આબાદ બચાવ થયો હતો, જ્યારે રીક્ષામાં સવાર મહિલા સુધાબેન અને મંજુબેનને ઈજાઓ થતા ૧૦૮ની મદદથી ચલથાણની સંજીવની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.


















Recent Comments