બોલિવૂડ

મનોજ બાજપેયીના માતા ગીતા દેવીનું નિધન, લોકોએ ટિ્‌વટ કરીને કર્યું દુખ વ્યક્ત

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ બાજપેયી () ના માતા ગીતા દેવીનું નિઘન થયુ છે. લાંબી બીમારીથી પીડાઇ રહેલા મનોજ બાજપેયીના માતાએ આજ રોજ સવારે અંતિમ શ્વાસ લીધા હતા. ૮૦ વર્ષની ઉંમરે ગીતા દેવી લગભગ ૨૦ દિવસથી દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ હતા. મળતી માહિતી અનુસાર ધ ફેમિલી મેન એક્ટરની માતાને લગભગ ૨૦ દિવસથી દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સમાચાર એજન્સીએ ટિ્‌વટના માધ્યમથી મનોજ બાજપેયીના માતાના નિધનની જાણકારી આપી. આ સાથે અશોક પંડિતે પણ ટિ્‌વટ કરીને લખ્યુ કે, તમારી માતાના નિધન પર મનોજ બાજપેયીને તમે અને તમારા પરિવારને હાર્દિક સંવેદનાઓ..ઓમ શાંતિ.. મિડીયા રિપોટ્‌સ અનુસાર મનોજ બાયપેયીની માતા ગીતા દેવીની સારવાર દિલ્હીની મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ચાલી રહી હતી. જાે કે થોડા દિવસો પહેલા તબિયતમાં સુધારો થયો હતો.

મનોજ બાજપેયીના પિતા રાધાકાંત બાજેપેયી પણ આ દુનિયામાં રહ્યા નથી. માતાના નિધનથી મનોજ દુખી થઇ ગયા છે. મનોજ બાજપેયી માતાની બહુ નજીક રહ્યા. મનોજે શેખર કપૂરની સાથે ફિલ્મ બૈડિંટ ક્વીનથી ફિલ્મી સફર શરૂ કરી, પરંતુ એમને સાચી ઓળખ રામગોપાલ વર્માની ફિલ્મ સત્યાથી મળી. મનોજ ફિલ્મોના શૂટિંગમાં સતત વ્યસ્ત હોવા છતા તેઓ માતાને મળવા માટે ગયા હતા. ફેમિલી મેનની સીઝન ૩ સિવાય બીજા અનેક પ્રકારના પ્રોજેક્ટ્‌સનું કામ કરી રહ્યા છે. ગીતા દેવીની ત્રણ દીકરીઓ અને ત્રણ દિકરાઓ છે. જાે કે આ દુખદ સમાચાર સાંભળતા જ અનેક લોકોએ મનોજ બાજપેયીને હિંમત આપી છે. માતાના નિધનના આ સમાચાર મળતા જ અનેક લોકોએ ઓમ શાંતિ લખીને ટિ્‌વટ કરી છે.

આ સાથે મનોજ બાજપેયી અનેક વાર પોતાની માતાની વાતોને યાદ કરીને વાગોળતા હતા. આમ, જાે વાત કરવામાં આવે તો એ સ્વભાવિક છે કે જ્યારે માતાનું નિધન થાય ત્યારે એક પુત્ર કે પુત્રી માટે દુખદ સમાચાર બની રહે છે. મનોજ બાજપેયી બિહારના પ્રશ્વિમી ચંપારણ વિસ્તારનું નાનું ગામ બેલવા બહુઆરીના રહેવાસી છે. દૂરદર્શનના સ્વાભિમાન સિરીયલથી એમને એમના એક્ટિંગની શરૂઆત કરી હતી. મનોજ માત્ર ફિલ્મી પડદા પર જ નહીં પરંતુ ફેમિલી સાથે પણ બહુ કનેકેટ્‌ડ પર્સન છે.

Follow Me:

Related Posts