દામનગર સમસ્ત ઇસ્માઇલી ખોજા સમાજના ધર્મગુરુ નેકનામદાર આગાખાનાના જન્મદીને રક્તદાન યોજાયું
દામનગર શહેરમાં સમસ્ત ઇસ્માઇલી ખોજા સમાજના ધર્મગુરુ નેક નામદાર આગાખાન સાહેબ ના ૮૬ માં જન્મ દીને મહારક્તદાન અભિયાન યોજાયું. દામનગર ખોજાખાના ખાતે અમરેલી વેદ બ્લડબેંકની સેવાએ રક્તદાન કેમ્પમાં યુવાનોએ ઉત્સાહ ભેર ભાગ લીધો ઇસ્માઇલી ખોજા જમાત દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં સામાજિક સંવાદિતાનો દર્શનીય નજારો અઢારે આલમની ઉપસ્થિતિ સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સહકારી સંસ્થાઓના અગ્રણી હરજીભાઈ નારોલા પ્રવીણભાઈ નારોલા સેફુદીન માકડા છોટુભાઈ મોટાણી દિલીપભાઈ અજમેરા ખીમજીભાઈ કાસોટિયા અરવિંદભાઈ બોખા વસીમભાઈ ચારણીયા રઘુભાઈ સાસલા અમુભાઈ મોટાણી અતુલભાઈ દલોલિયા રાજેશભાઈ ચારણીયા શલેશભાઈ મોટાણી સહિત નગરપાલિકાના સદસ્ય સામાજિક સંસ્થાઓના કાર્યકરોની વિશાળ હાજરીમાં યોજાયેલ રક્તદાન મહા અભિયાનમાં રક્તદાતાઓમાં ઉત્સાહ જોવા મળ્યો નેકનામદાર આગાખાન સાહેબના ૮૬માં જન્મદીને ગ્રામ્યથી લઈ મહાનગરો સુધી રક્તદાન મહા અભિયાન યોજી માનવ કલ્યાણ નું સુંદર કાર્ય બદલ શુભેચ્છા પાઠવતા સ્થાનિક અગ્રણી ઓની પ્રેરક ઉપસ્થિતિ માં રક્ત દાતા ઓમાં અનેરો ઉત્સાહ
Recent Comments