fbpx
સૌરાષ્ટ - કચ્છ

ગોંડલના ગુંદાસરા ગામ પાસે યુવાનના ગળા પર છરીના ઘા મારી હત્યા કરવામાં આવી

ગુંદાસરા ગામ પાસે પરપ્રાંતિય યુવાનને ગળે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધેલી હાલતમાં લાશ મળી આવી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે ધર્મજીવન સોસાયટીમાં શેરી નં- ૨ માં રહેતા અને શાપર વેરાવળમાં કારખાનામાં કામ કરતા બિહારી યુવાનની કોઈ શખ્સે ગળાના ભાગે છરીના ઘા મારી હત્યા નીપજાવી દેતા ઘટનાની જાણ ડીવાયએસપી, તાલુકા પોલીસ, એલસીબી પોલીસને થતા ઘટના સ્થળે દોડી જઇ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

એકઠા થયેલા લોકોના ટોળામાં ચર્ચાવવા લાગ્યું હતું કે આ યુવાનોની હત્યા આશરે એકાદ દિવસ પહેલા થઈ ગઈ હોવી જાેઈએ. આસપાસના વિસ્તારમાં દુર્ગંધ આવવા લાગતા કોઈએ સોસાયટીના રૂમમાં નજર કરતા યુવાનની હત્યા થયેલું હોવાનું જણાયું હતું અને પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતક મુન્ના રામપ્રવેસ યાદવ (ઉ.વ.૩૦) નામના યુવકની હત્યા કરવામાં આવી છે, મુન્ના યાદવ પરણિત હતો અને તેને બે બાળકો છે. મૃતકની પત્ની લાખોપાર ગામે પિયરમાં ૧ મહિના પહેલા પ્રસંગમાં ગઇ છે. ક્યાં કારણોસર હત્યા કરવામાં આવી અને કોણે હત્યા કરી તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts