fbpx
ગુજરાત

પૂર્વ ધારાસભ્ય રઘુ શર્માએ રાષ્ટ્રીય અધ્યક્ષને પત્ર લખીને કહ્યું કે કોંગ્રેસ પક્ષ વિરુધ અનેક લોકોએ કામ કર્યું જેમની સામે પ્રદેશ પ્રમુખે કઈ નહોતું કર્યું

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસને માત્ર ૧૭ બેઠકો જ મળી છે. આ પરિણામ માટે પક્ષના નેતાઓને જ જવાબદાર ઠેરવ્યા છે. પક્ષના પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓને સસ્પેન્ડ કરવાની પૂર્વ ધારાસભ્યે માંગણી કરી છે. રાષ્ટ્રીય અધ્યક્ષને પત્ર લખીને વિરોધ કર્યો છે. કોંગ્રેસના રાધાનપુર બેઠકના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય રઘુ શર્માએ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને જાણ કરી છે કે કોંગ્રેસ પક્ષ વિરુધ અનેક લોકોએ કામ કર્યું છે જેમની સામે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કોઈ પગલાં લીધા નહોતા કે તેમને કાબુમાં ના રાખી શક્યા.

અનેક નેતાઓ પાર્ટીમાં રહીને જ પાર્ટી વિરુધ પ્રવૃતિઓ કરી રહ્યા હતા. જગદીશ ઠાકોર સહીત પક્ષ વિરોધી કામ કરનાર તમામ નેતાઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. રાધનપુર બેઠક પર પણ જગદીશ ઠાકોરના કારણે જ હાર થઇ છે. તમામ કાર્યકર્તાઓ છેલ્લી ઘડી સુધી કામ કરી રહ્યા હતા. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના નજીકના સાથીઓએ જ હરાવવા માટે ભાગ ભજવ્યો છે. તમામ વિરુધ તાત્કાલિક કાર્યવાહી કરવી જાેઈએ.

Follow Me:

Related Posts