સૌરાષ્ટ - કચ્છ

ખંભાળિયા તાલુકામાંથી રૂા.૨૩.૩૫ લાખની વીજચોરી ઝડપાતા મચ્યો ખળભળાટ

ખંભાળિયા તાલુકામાં વીજતંત્ર દ્વારા કોર્પોરેટ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત વીજતંત્રની ૩૫ ટીમ દ્વારા ખંભાળિયા શહેર અને વડત્રા ડિવિઝનમાં વિસ્તારમાં ચેકીંગ હાથ ધરી ૪૮૦ વીજ જાેડાણ ચેક કર્યા હતાં. જેમાંથી ૭૨ જાેડાણમાં ગેરરીતિ મળી આવતા વીજ ચોરી કરનાર આસામીઓને રૂ.૨૩.૩૫ લાખના દંડનીય બીલ ફટકારવામાં આવ્યા હતા. હાલારમાં થતી વીજ ચોરીને ડામવા ત્રણ મહિના બાદ વીજ તંત્ર દ્વારા કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત વીજતંત્રની ૩૫ ટીમે ખંભાળિયા શહેર અને તાલુકાના વડત્રા ડિવિઝનમાં વિસ્તારોમાં ચેકીંગ કર્યું હતું. જેમાં કુલ ૪૮૦ વીજજાેડાણ ચેક કરવામાં આવ્યા હતા.

જે પૈકી ૭૨ જાેડાણોમાં ગેરરીતિ ખુલતા વીજ ચોરી કરનાર આસામીઓને રૂ. ૨૩.૪૫ લાખના દંડનીય બીલ ફટકારવામાં આવ્યા હતા. વીજ ચેકીંગની કામગીરી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ૧૮ એસઆરપી ,૧૨ પોલીસ તથા ૪ એકસ આર્મીના જવાનોએ ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો. વિજચેકીંગની કામગીરીનું રેકોર્ડીંગ કરવામાં આવ્યું હતું. વીજતંત્ર દ્વારા જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે ચેકીંગ દરમિયાન વીજ તંત્રએ ૧૩.૪૫ લાખની વીજચોરી પકડી પાડી હતી. જે બાદ ગુરૂવારે ખંભાળિયા પંથકમાં વીજતંત્રના ચેકીંગમાં વધુ ૨૩.૩૫ લાખની વીજચોરી ખૂલી છે.

Related Posts