ભાવનગર

પાલીતાણા તાલુકાના તાલુકા કક્ષાના ‘ ગણિત વિજ્ઞાન – પર્યાવરણ પ્રદર્શન ‘ મા નાની રાજસ્થળી કલસ્ટરની અનેરી સિદ્ધિ

 નાની રાજસ્થળી કલસ્ટર કક્ષાએ યોજાયેલ ‘ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ’ પ્રદર્શનમાં પ્રથમ નંબર પર આવેલ તમામ વિભાગની  કુલ પાંચ જેટલી કૃતિ તાલુકા કક્ષાએ ભાગ લેવા ગયેલ. જેમાંથી તાલુકા કક્ષાએ દરેક વિભાગમાંથી પ્રથમ ત્રણ નંબરમાં ત્રણ કૃતિ એકલા નાની રાજસ્થળી  કલસ્ટરની પસંદ થયેલ.જેમાં વિભાગ નંબર 5 મા તાલુકામાં પ્રથમ નંબર પર નાની રાજસ્થળી કે.વ શાળાની ‘વનસ્પતિમાં ગણિત’ નામની કૃતિ પ્રથમ આવેલ..જેમાં બાળ વૈજ્ઞાનિક તરીકે શિયાવી વૈભવ અને બેલીમ રિહાન કૃતિની સમગ્ર પ્રસ્તુતિ કરેલ. એના માર્ગદર્શક શિક્ષક રામાનુજ ભૂમિકાબેન કૃતિ તૈયાર કરવામાં મદદ કરેલ..જે હવે જિલ્લા કક્ષાએ ભાગ લેવા માટે જશે..ત્યારબાદ વિભાગ નંબર 1 મા મેઢા પ્રા.શાળાની ‘ વાયરલેસ એનર્જી ટ્રાંસફર ‘ નામની કૃતિ સમગ્ર તાલુકાના બીજા નંબર પર આવેલ.

જેમાં બાળ વૈજ્ઞાનિક તરીકે પટેલ રુદ્રકુમાર વી  અને સરવૈયા કિરપાલ સી એ કૃતિ રજૂ કરેલ..જ્યારે વસાણી રોનીતભાઈએ માર્ગદર્શક શિક્ષક કામગીરી કરેલ..અને વિભાગ નંબર 2 મા ઠાડચ પ્રા.શાળાની ‘ કાર્બન નિયંત્રણ એકમ..’ નામની કૃતિ સમગ્ર તાલુકામાં બીજા ક્રમે આવેલ..જેમાં બાળ વૈજ્ઞાનિક તરીકે ચૌહાણ સ્નેહા એમ અને પંડયા સેજલ કે કૃતિની રજુઆત કરેલ..આ કૃતિમાં બરાળ ઉગાભાઈએ માર્ગદર્શક શિક્ષકની ભૂમિકા ભજવેલ..આ રીતે નાની રાજસ્થળી કલસ્ટરની તમામ શાળાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ તમામ શાળાના આચાર્યશ્રી તથા કે.વ શાળાના આચાર્યશ્રી રાઠોડ રૂપલબા  અને સી.આર.સી ચૌહાણ જયંતીભાઈ તમામ શાળાના બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકને અભિનંદન પાઠવેલ.

Related Posts