fbpx
રાષ્ટ્રીય

મુંબઈમાં ૩ વર્ષનો છોકરો સીડી પરથી નીચે પડ્યો, ઈમ્ફાલમાં મહિલાનું મોત

દુબઈમાં ફ્રાન્સ અને આજેર્ન્ટિના વચ્ચેની ફાઈનલ મેચ દરમિયાન ભારતમાં બે અલગ-અલગ જગ્યાએ અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. મુંબઈ ક્રિકેટ એસોસિએશનની ગરવારે ક્લબની ફાઈનલ મેચનું મોટા સ્ક્રીન પર પ્રસારણ થઈ રહ્યું હતું, તે દરમિયાન એક ૩ વર્ષનો છોકરો સીડી પરથી નીચે પડી જવાથી મૃત્યુ પામ્યો. આ મામલે તપાસ કર્યા બાદ મરીન ડ્રાઈવ પોલીસે બાળકનો મૃતદેહ તેના માતા-પિતાને સોંપ્યો હતો. તો રવિવારે (૧૮ ડિસેમ્બર) ઇમ્ફાલમાં મોડી રાત્રે વિશ્વ કપ જીતની ઉજવણી કરી રહેલા અજાણ્યા લોકો દ્વારા ગોળી વાગતાં ૫૦ વર્ષીય મહિલાનું મોત થયું હતું. પોલીસે જણાવ્યું કે આ ઘટના મણિપુરના પૂર્વ ઇમ્ફાલ જિલ્લાના સિંગજામેઇ વાંગમા ભીગાપતિ વિસ્તારમાં રવિવારે રાત્રે લગભગ ૧૧.૩૦ વાગ્યે બની હતી.

મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે ફ્રાન્સ પર આજેર્ન્ટિનાની જીત બાદ જશ્ન શરૂ થતાં જ ફટાકડા અને ગોળીબારના અવાજાે ગુંજવા લાગ્યા હતા. તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે તેના ઘરના પહેલા માળે બે ગોળીઓના નિશાન મળી આવ્યા હતા જે લોખંડના પતરાથી બનેલા હતા. તેણે કહ્યું કે જ્યારે એક ગોળી તેની પીઠમાં વાગી હતી, ત્યારે બીજી ગોળી તેની લોખંડની ચાદરને પાર કરી ગઈ. પોલીસ અધિકારીએ કહ્યું કે, પોલીસ અને ફોરેન્સિક ટીમે એ જાણવા માટે તપાસ શરૂ કરી છે કે ગોળીઓ કઈ દિશામાંથી ચલાવવામાં આવી હતી. દરમિયાન, તેના પરિવારના સભ્યોએ કહ્યું કે જ્યાં સુધી ગુનેગારોને ઓળખવામાં નહીં આવે અને તેની ધરપકડ કરવામાં ન આવે ત્યાં સુધી તેઓ અંતિમ સંસ્કાર કરશે નહીં.

Follow Me:

Related Posts