fbpx
સૌરાષ્ટ - કચ્છ

ગીર નજીક ગામનાં બસસ્ટેન્ડ પાસે સિંહ દુકાન પર ચડ્યો; બે પશુના મારણ કર્યાં

ગીર નજીક આવેલા ગામોમાં વન્ય પ્રાણીઓ અવાર નવાર શિકારની શોધમાં આવી આંટાફેરા કરતા જાેવા મળતાં હોય છે. ત્યારે વધું એક વીડિયો ગીર નજીક આવેલા ગામનો વાયરલ થયો છે. જેમાં આલીદર ગામનાં બસ સ્ટેશન વિસ્તારમાં આવેલી દુકાનની સીડી ઉપર ડાલા મથ્થો ચઢી ગયો ત્યારબાદ નીચે ઉતરી રહેણાંક વિસ્તારની ગલીમાં જતો રહ્યો હતો.ત્યારે એક શ્વાન એ સિંહને રસ્તા પર જાેઇ ભસતા લાગતા ડાલા મથ્થો સિંહ ફરી ગલીમાંથી બહાર નિકળી અને શ્વાનની પાછળ દોટ મુકતા શ્વાન ઉભી પૂંછડીએ નાશી ગયો હતો.

આ સમગ્ર ઘટના રાત્રિનાં સમયે આ વિસ્તારમાંથી પસાર થતા લોકો એ મોબાઈલમાં કેદ કરી હતી જે વીડિયો વાયરલ થયો હતો. આ ઉપરાંત સિંહે ગામમાં બે પશુના મરણ કરી મિજબાની માણી વહેલી સવારે સીમ વિસ્તારમાં જતો રહ્યો હતો. અગાઉ થોડા દિવસો પહેલા બે સિંહોએ ગાયનું મારણ કરી મિજબાની માણી હતી. આમ અવાર નવાર ગામમાં સિંહ આવી જતાં ગામ લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે.

Follow Me:

Related Posts