શેત્રુંજી ડેમ ખાતે ખેડૂતો અને ખેતીના હિત માટે રએક વિશાળ ખેડૂત સંમેલન બોલાવવામાં આવ્યું
પાલીતાણા નજીકના શેત્રુંજી ડેમ ખાતે ખેડૂતો અને ખેતી ના હિત માટે કામ કરતી બુનિયાદી ફાર્મર પ્રોડ્યુસર કંપની દ્વારા એક વિશાળ ખેડૂત સંમેલન બોલાવવામાં આવ્યું છે.આગામી તા.24 ને શનિવારના સવારના ભાગે જિલ્લા કલેકટરશ્રી ડી. કે.પારેખ સાહેબના અધ્યક્ષ સ્થાને તથા ખેતી વિશેના તજજ્ઞો, અધિકારીઓની ઉપસ્થિતિમાં આ ખેડૂત સંમેલન યોજાશે .
ખેતી અને ખેડૂતોના હિત માટે સૌ ખેડૂતો ઝેર મુક્ત પ્રાકૃતિક ખેતી કરે અને જેનાથી તેમની ખેતપેદાશના પોષણક્ષમભાવો મળે, તેમ જ ખેડૂતો દ્વારા થયેલા ઉત્પાદનનું ખેત પેદાશનું મૂલ્ય વર્ધન થાય અને ગામડા ગામના ખેડૂતની આવકમાં વધારો થાય તે માટે આ કાર્યક્રમમાં નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત દરેક ખેડૂત ઘર વપરાશની ચીજ વસ્તુઓની લે વેચ એફ. પી. ઓ. દ્વારા થાય અને આના માટે બનેલા આ ખેડૂત હિતના સંગઠનમાં જોડાયેલા 750 ખેડૂતોનું સંગઠન એક કુટુંબિક ભાવનાથી જોડાય,તેમના સંતાનોને ઉચ્ચ શિક્ષણ મળે અને સંપ અને સહકારથી તમામ ગામોનું એક્ય બને ઉપરાંત પ્રાકૃતિક ખોરાક ગાય આધારિત ખેત પેદાશ અને યોગ પ્રાણાયામથી તંદુરસ્ત શરીર તન, મન, ધન થી સમૃદ્ધિના સોપાનો સર કરે તેવા હેતુ સાથે આ એફપીઓ ની કામગીરી થનાર છે.
વૈજ્ઞાનિક ઢબેથી શેત્રુંજી ડેમ સિંચાઈ યોજના નો લાભ લઈ ફળો, શાકભાજી, ફૂલો જેવા રોકડિયા પાકોનું મૂલ્ય વર્ધન કરી આંતરરાજ્ય સુધી વ્યાપારી પદ્ધતિથી પહોંચાડી વધુ આવક મેળવવા માટેના પ્રયત્નો કેવી રીતે થઈ શકે તે વિશે આ સંમેલનમાં માર્ગદર્શન અપાનાર છે
Recent Comments