fbpx
ગુજરાત

દાહોદ શહેર નજીક રામપુરા ગામની શાળાનો દરવાજાે પડતાં ૮ વર્ષિય બાળકીનું મોત થયું

દાહોદ શહેર નજીક આવેલા રામપુરા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં પ્રવેશદ્વારનો લોખંડનો તોતિંગ દરવાજાે તૂટીને એક વિદ્યાર્થીની ઉપર પડ્યો હતો. ગંભીર રૂપે ઘાયલ થયેલી વિદ્યાર્થીનીનું અંતે સારવાર દરમિયાન અમદાવાદ ખાતે મૃત્યુ થયુ હતું. આ ઘટનાથી ગામમાં રોષ સાથે શોકની લાગણી ફેલાઇ ગઇ છે. તાલુકા પોલીસે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. દાહોદ તાલુકાના રામપુરા ગામના ડોબણ ફળીયામાં રહેતા નરેશભાઇ લલ્લુભાઇ મોહનીયાની ૮ વર્ષિય પુત્રી અસ્તમિતાબેન તા.૨૦મીના રોજ રામપુરા મુખ્ય પ્રાથમિક શાળાએ ભણવા ગઇ હતી.

ત્યારે સાંજના શાળાએથી ઘરે જતા સમયે સ્કૂલનો મેઇન પાસે ઉભી હતી. તે દરમિયાન મેઇન દરવાજાે અચાનક અસ્મિતા ઉપર પડતાં તેને માથામાં ભાગે ઇજા થઇ હતી. ઘાયલ બાળકીને તાત્કાલિક સારવાર માટે ઝાયડસ દવાખાને દાખલ કરવામાં આવી હતી. ઘટના પગલે શિક્ષણ વિભાગના અગ્રણીઓ પણ દવાખાને દોડી ગયા હતાં. દરવાજાે કઇ રીતે તૂટયો તેની તપાસ પણ શરૂ કરી હતી. જાેકે, બાળકીના માથામાં ગંભીર પ્રકારની ઇજા થઇ હોવાથી તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવી હતી. જ્યા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

Follow Me:

Related Posts