ગુજરાત

ભરૂચ અને અંકલેશ્વરમાં ચોરી કરનાર તસ્કરને દબોચ્યો, રૂ. ૪.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ-અંકલેશ્વરમાં ઘરફોડ ચોરીઓને અંજામ આપતો નેપાળી શખ્સને પકડી ન્ઝ્રમ્એ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલ્યો છે. ચોરીમાં ગયેલા સોના, ચાંદીની જણસો તથા રોકડા રૂપિયા સહીત કુલ કિં.રૂ. ૪.૧૫ લાખના મુદ્દમાલ સાથે એક નેપાળી વોચમેનની ધરપકડ કરાઈ છે. ક્રીસમસ (નાતાલ) તહેવારના વેકેશન દરમિયાન રહેણાંક વિસ્તારના મકાનો બંધ રહે છે. આવા બંધ મકાનોમાં થતી ઘરફોડ ચોરીઓને અટકાવવા તથા મિલ્કત સંબંધી ગુનાઓમાં નિયંત્રણ લાવવા જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે સૂચના આપી હતી. જિલ્લા પોલીસને અસરકારક નાઇટ પેટ્રોલીંગ રાખવા તથા વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા સારૂ જરૂરી એક્શન પ્લાન તૈયાર કરાવી. તે દીશામાં અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે ન્ઝ્રમ્ ઇન્સપેક્ટર ઉત્સવ બારોટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમો દ્વારા જિલ્લાની અનડીટેક્ટ ઘરફોડ ચોરીના ગુનાઓમાં ગુનાવાળી જગ્યાની વિઝીટ, આસપાસની ભૌગોલીક પરિસ્થીતીનો ઝીણવટભરી રીતે અભ્યાસ કરાયો હતો. આસપાસના તથા રૂટ ઉપરના ઝ્રઝ્ર્‌ફ ફુટેજાે મેળવી તેનું રાત-દિવસ એનાલિસીસ કરી ટેકનિકલ સર્વેલન્સ શ્ હ્યુમન ઇન્ટેલીજન્સથી ગુનાઓ શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યાં હતા.

અલગ અલગ જગ્યાઓના સી.સી.ટી.વી ફુટેજાેના અભ્યાસમાં કેટલાક શકમંદ ઇસમ તથા અમુક શકમંદ વાહનો જણાયેલ. આવા શકમંદ ઇસમો તથા વાહનો સુધી પોંહચવા એલ.સી.બી.ટીમ દ્વારા વિશ્વાસુ બાતમીદારોને વર્ણન બતાવી વર્ણનવાળા ઇસમો કે વાહનો દેખાયેથી તાત્કાલિક જાણ કરવા જણાવ્યું હતું. આ દરમિયાન ઁજીૈં પી.એમ.વાળા ટીમના મયંકભાઈ, અજયભાઇ રાઠવા, હીતેષભાઇ, સંજયદાન , અ.હે.કો અશોકકુમાર, શ્રીપાલસિંહ, મહીપાલસિંહ, ધર્મેન્દ્રસિંહ ઘરીયા સાથે ભરૂચ શહેરમાં નાતાલના તહેવારને લઈ પેટ્રોલિંગમાં હતા. બાતમી આધારે ઝાડેશ્વર ચોકડી નજીક ભરૂચ શહેરમાં પ્રવેશવાના રોડ ઉપર વોચ ગોઢવી એક શકમંદ ઇસમને બલ્યુ કલરની એવેન્જર મોટર સાઇકલ સાથે અટકાવી તેની પાસેની લેપટોપ બેગમાં તપાસ કરતા કીંમતી સોના – ચાંદીના દાગીના, રોકડા રૂપિયા , અલગ અલગ કાંડા ઘડીયાળ , તાળા તોડવામાં ઉપયોગમાં આવતું ડીસમીસ ( પેચ્યુ ), વાંદરી પાનું વગેરે શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી.

રાત્રે મોટર સાઇકલ લઇ ભરૂચ તથા અંકલેશ્વરમાં ચોરી કરવા જતા હોવાની હકિકત જણાવી હતી. કેફીયત આપેલ કે, ૨૦થી ૨૫ દિવસ અગાઉ અંકલેશ્વરમાં તળાવ પાસે એક બંધ મકાનમાંથી ચોરી કરેલ. ત્યારબાદ ભરૂચ શહેરમાં તુલશીધામ શાક માર્કેટ નજીક આવેલ વીશ્વનાથ સોસાયટી, જયોતિનગર પાસે આવેલ ચીત્રકુટ સોસાયટી અને અંકલેશ્વર જી.આઇ.ડી.સી.માં જલધારા ચોકડીથી થોડે આગળ ઓમ બંગ્લોઝમાં એક બંધ મકાનમાંથી ચોરી કર્યાનું કબુલ્યું હતું.
ભરૂચ અંકલેશ્વરમાં મળી કુલ ૪ ઘરફોડ ચોરી કરેલાની કબુલાત કરેલ અને તેની પાસેથી સોના – ચાંદીના દાગીના , રોકડા રૂપિયા , અલગ અલગ કાંડા ઘડીયાળ, તાળા તોડવામાં ઉપયોગમાં આવતુ ડીસમીસ ( પેચ્યુ ) , વાંદરી પાનું વીગેરે સાધનો જેની કુલ કીંમત રૂપિયા ૪.૧૫ નો મુદ્દામાલ કબ્જે કરી ઘરફોડ ચોરી કરનાર આરોપી વિરુધ્ધ ક્રિમીનલ પ્રોસીજન કોડની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.

પકડાયેલ આરોપી ટેક કીર્તીકમી ઉર્ફે તિકારામ કિર્તિલિંગ વિશ્વકર્મા ઉ.વ .૩૦ હાલ રહે. અભિનવ એવન્યુના ટેરેસ ઉપર વોચમેનની રૂમમાં ઝાડેશ્વર, મુળ રહે. નેપાળ. છેલ્લા ૨ વર્ષથી ભરૂચ તવરા રોડ ઉપર આવેલી અભિનવ એવન્યુમાં વોચમેન તરીકે નોકરી કરતો. દરમિયાન તેને અન્ય એક નેપાળી મીત્ર સાથે ઓળખાણ થયેલી. બાદ બંને ચોરીઓ કરવા સક્રિય થયેલ જેમાં નોકરી દરમ્યાન બંને નેપાળી ભરૂચ તથા અંકલેશ્વરની અલગ અલગ સોસાયટીઓના બંધ મકાનોની રેકી કરી રાત્રી દરમ્યાન બંને જણા હાલ પકડાયેલ એવેન્જર મો.સા. લઇ મકાનના તાળા તોડવાના સાધનો સાથે ચોરી કરવા નીકળતા. અગાઉ રેકી કરેલ મકાનો મકાનના દરવાજાના તથા લોકને ડીસમીસ , લોખંડની પરાઈ તથા વાંદરીપાના વડે તોડી ચોરીને અંજામ અપાતા હતા.

Follow Me:

Related Posts