સલમાન ખુર્શીદે રાહુલ ગાંધીની તુલના ભગવાન રામ સાથે કરી કહ્યું “અમે ખડાઉને યુપીમાં લાવ્યા, હવે રામજી પણ આવશે”
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે સોમવારે પાર્ટીના સાંસદ રાહુલ ગાંધીને અલૌકિક વ્યક્તિ ગણાવ્યા અને કહ્યું કે, તેઓ એક તપસ્વી જેવા છે જે ધ્યાન સાથે તેમની ‘તપસ્યા’ કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, જ્યારે અમે ઠંડીથી ઠુઠવાઈ રહ્યા છીએ અને જેકેટ પહેરી રહ્યા છીએ, ત્યારે રાહુલ ગાંધી તેમના ભારત જાેડો પ્રવાસ માટે ટી-શર્ટમાં બહાર જઈ રહ્યા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવેલા અનુસાર જાે માનીએ તો , સલમાન ખુર્શીદે વધુમાં કહ્યું કે, ‘ભગવાન રામની ‘ખડાઉ(લાકડાના ચપ્પલ)’ ઘણી આગળ વધે છે. કેટલીકવાર, જ્યારે રામજી પહોંચી શકતા નથી, ત્યારે ભરત ખડાઉ સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. એ જ રીતે અમે ઉત્તર પ્રદેશમાં ખડાઉ ચલાવ્યું છે.
હવે ખડાઉ યુપી પહોંચી ગયું છે, રામ જી (રાહુલ ગાંધી) પણ આવશે.’ ‘ભારત જાેડો યાત્રા’માં લગભગ ૩,૦૦૦ કિલોમીટરનું અંતર કાપ્યા બાદ રાહુલ ગાંધી આ દિવસોમાં દિલ્હીમાં છે. રાહુલ અને અન્ય ઘણા ‘ભારત યાત્રીઓ’ શનિવારે પદયાત્રા કરીને દિલ્હીમાં પ્રવેશ્યા હતા. ૭ સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થયેલી આ યાત્રા અત્યાર સુધીમાં તમિલનાડુ, કેરળ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી એમ નવ રાજ્યોમાંથી પસાર થઈ છે. લગભગ આઠ દિવસના વિરામ બાદ આ યાત્રા ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને અંતે જમ્મુ-કાશ્મીર તરફ જશે.
Recent Comments