નહેરુ યુવા કેન્દ્ર, અમરેલી દ્વારા બાબરા અને જાફરાબાદમાં તાલુકા કક્ષા ખેલ સ્પર્ધા યોજાઇ
ભારત સરકાર યુવા કાર્યક્રમ એવમ ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર, અમરેલી દ્વારા બાબરા અને જાફરાબાદ ખાતે તાલુકા કક્ષાએ ખેલ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. નહેરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારી શિખર રસ્તોગી અને પોગ્રામ આસિસ્ટન્ટશ્રી વિકાસ કુમાર દ્વારા માર્ગદર્શન હેઠળ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતુ. તાલુકા કક્ષાએ યોજવામાં આવેલી.
આ સ્પર્ધાઓમાં (૧) લાંબી કૂદ, (૨)રસ્સા ખેંચ, (૩) ૧૦૦મી દોડ, (૪) ૨૦૦મી દોડ, (૫) કબડ્ડી, (૬) વોલીબોલ જેવી તાલુકા ખેલ પ્રતિયોગિતામાં વિજેતા ટીમને નહેરુ યુવા કેન્દ્ર અમરેલી દ્વારા પ્રથમ, દ્વિતિય તથા તૃત્તિય ટ્રોફી તથા મેડલ આપવામાં આવ્યા હતા. પ્રતિયોગિતામાં ભાગ લીધો હોય તે ટીમને સર્ટીફિકેટ્સ આપવામાં આવ્યા હતા. બાબરા તાલુકા સ્પર્ધા કાર્યક્રમનું સંચાલન ફિલ્ડ ઓફિસર સોલંકી ઋત્વિકા તથા જાફરાબાદ તાલુકા સ્પર્ધા કાર્યક્રમનું સંચાલન બારિયા કિશન દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ પદાધિકારીશ્રીઓ, મહાનુભાવો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments