fbpx
ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને નાદુરસ્ત તબિયતને કારણે સવારે યુ.એન.મહેતા હોસ્પિટલ દાખલ કરાયા હતા. જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. તેમના તમામ રિપોર્ટ કરાયા બાદ હાલ ચોથા માળ પર સારવાર કરાઈ રહી છે. ત્યારે તેમના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે. હીરાબાની યુ.એન.મહેતા હોસ્પિટલના છ એક્સપર્ટ ડોક્ટર તેમજ અન્ય એક્સપર્ટ સ્ટાફને સાથે રાખીને ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે. હાલ હીરાબાની તબિયત સ્થિર છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફરી હોસ્પિટલ પહોંચ્યા હતા અને હીરાબાના સ્વાસ્થ્યની જાણકારી મેળવી હતી. તેમણે જણાવ્યું હતું કે, બાની તબિયત ખૂબ જ સરસ છે. ઝડપથી સુધારો થઈ રહ્યો છે. એકાદ દિવસમાં રજા અપાશે. પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ યુ.એન.મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે હીરાબાની તબિયત અંગે માહિતી મેળવી હતી. વડાપ્રધાનની સાથે રહ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવાના થઈ ગયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમાચાર મળ્યા ત્યારથી ડોક્ટરના સંપર્કમાં હતા. તેઓ માતાની તબિયત અંગે એક એક પળની માહિતી મેળવતા હતા. ત્યાર બાદ મોદી દિલ્હીથી અમદાવાદ આવ્યા હતા. તેઓ અમદાવાદ એરપોર્ટ અને સાંજે યુ.એન.મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે માતાના સ્વાસ્થ્ય અંગે નિષ્ણાત તબીબો સાથે વાતચીત કરી હતી. યુ.એન.મહેતાએ બપોરે સત્તાવાર રીતે હીરાબાની તબિયત સુધારા પર હોવાનું હેલ્થ બુલેટિન રિલીઝ કર્યું હતું. તેમજ હોસ્પિટલમાં લગભગ સવા કલાક સુધી રોકાયા બાદ દિલ્હી જવા રવાના થયા હતા. ત્યારે હીરાબાને મળવા સોમાભાઈ મોદી યુ.એન મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં હીરાબાના ખબર અંતર પૂછી થોડો સમય રોકાયા બાદ તેઓ રવાના થયા હતા. દિલ્હીથી માતાના ખબર જાેવા પીએમ મોદી અમદાવાદ આવ્યા ત્યારે તેમના ચહેરા પર હીરાબાની તબિયતને લઈને ચિંતા દેખાઈ રહી હતી. યુ.એન મહેતા હોસ્પિટલના ડોક્ટર સાથે પીએમ મોદીએ હીરાબાની મુલાકાત લીધી હતી. લગભગ સવા પાંચ વાગ્યા સુધી પીએમ મોદી હીરાબા સાથે હોસ્પિટલમાં રોકાયા હતા.

ત્યાર બાદ હોસ્પિટલમાં બહાર નીકળતી વખતે આસપાસ ભેગા થયેલા લોકોને હાથ બતાવી અભિવાદન ઝીલ્યું હતું. ત્યાર બાદ અમદાવાદ એરપોર્ટથી પીએમ દિલ્હી જવા રવાના થયા હતા. પીએમ મોદી ચિંતિત હતા, હીરાબાની તબિયત સારી છેઃ રાજ્યસભા એમપી જુગલજી ઠાકોર જ્યારે રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબાની તબિયત પૂછવા માટે યુએન મહેતા હોસ્પિટલ ખાતે સાંજે પહોંચ્યા હતા. માતા હીરાબાની પાસે તેઓ બેઠા હતા અને માતાની તબિયતને લઈ ચિંતાતુર જણાયા હતા. આશરે સવા કલાક સુધી તેઓ માતા સાથે બેઠા હતા અને ડોક્ટરો પાસેથી માતાની તબિયતને લઈ અને માહિતી મેળવી હતી. માતા હીરાબાની તબિયત હાલ સુધારા ઉપર છે. તેઓની સ્થિતિ ખૂબ એક બે દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં એવી શક્યતા છે. હીરાબાના ખબર અંતર પૂછવા ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ યુ.એન. મહેતા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સી.આર. પાટીલ હીરાબાના ખબર અંતર પૂછ્યા હતા.

તેમની સાથે કુંવરજી બાવળીયા, બળવંતસિંહ રાજપૂત અને રાઘવજી પટેલે ખબર અંતર પૂછ્યા હતા. આ ઉપરાંત આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદના અસારવાનાં ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, ધારાસભ્ય(ગાંધીનગર દક્ષિણ) અલ્પેશ ઠાકોર અમદાવાદના મેયર કિરીટ પરમાર અને દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન યુ.એન. મહેતા હોસ્પિટલ પહોંચ્યાં હતાં. ત્યાર બાદ વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ હોસ્પિટલ જવા રવાના થઈ ગયા હતા અને સાંજે હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે તબીબો પાસેથી માતા હીરાબાની તબિયત અંગે માહિતી મેળવી હતી. યુ.એન.મહેતાએ સત્તાવાર રીતે હીરાબાની તબિયત સુધારા પર હોવાનું હેલ્થ બુલેટિન રિલીઝ કર્યું છે. નરેન્દ્ર મોદીના વતન વડનગરના હાટકેશ્વર મંદિરમાં હીરાબાના સારા સ્વાસ્થ્ય માટે પૂજા-અર્ચના કરવામાં આવી હતી.

તેમજ હીરાબા જલ્દીથી સ્વસ્થ થાય એવી કામના સાથે રુદ્રાભિષેક પણ કરવામાં આવ્યો હતો. તેની સાથે સાથે વારાણસીમાં પણ હીરાબાના સ્વાસ્થ્ય માટે પૂજા-અર્ચના કરવામાં આવ્યા હતા. એક્સપર્ટ ડોક્ટર દ્વારા તેમની ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે. તેમજ તબીબો દ્વારા હીરાબાના તમામ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ટેસ્ટના રિપોર્ટ આવ્યા બાદ તેમને સારવાર કરવામાં આવી હતી. આ દરમિયાન ડોક્ટરો દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં તેમણે સ્ટેબલ હોવાનું જણાવવામાં આવ્યું હતું. અત્યંત લોખંડી બંદોબસ્ત વચ્ચે હોસ્પિટલના સ્ટાફ સિવાય કોઈને પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. વડાપ્રધાનના માતા હીરાબાની તબિયત અંગે રાહુલ ગાંધીએ ટ્‌વીટ કર્યું કે, એક મા અને દીકરા વચ્ચેનો પ્રેમ અનંત અને અનમોલ હોય છે. મોદીજી, આ મુશ્કેલ સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે. હું આશા રાખું છું, તમારા માતાજી જલ્દીથી સ્વસ્થ થઈ જાય.

Follow Me:

Related Posts