fbpx
ગુજરાત

ઈડરના મોટા કોટડામાં MSW અને BRS કોલેજના વિધાર્થીઓએ ગામમાં લોકજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કર્યુ

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ભેટાલી પાસે આવેલા દિવ્ય ચેતના કોલેજ કેમ્પસના સ્જીઉ અને મ્ઇજી કોલેજના વિધાર્થીઓનો પાંચ દિવસનો દ્ગજીજી કેમ્પ મોટા કોટડા ગામે યોજાયો હતો. જેમાં વિધાર્થીઓએ અવનવા લોક જાગૃતિના કાર્યક્રમો રજૂ કર્યા હતા. ઈડરના મોટા કોટડા ગામે ભેટાલી પાસેની દિવ્યચેતના કોલેજ કેમ્પસમાં સ્જીઉ અને મ્ઇજી કોલેજના ૪૦ વિધાર્થીઓ, જેમાં ૧૩ વિધાર્થીઓ અને ૨૭ વિધાર્થીનીઓએ યોજાયેલા પાંચ દિવસના દ્ગજીજી કેમ્પમાં ભાગ લીધો હતો. તો ૨૮ ડીસેમ્બર ૨૦૨૨ થી ૧ જાન્યુઆરી ૨૦૨૩ દરમિયાન દ્ગજીજી ના સ્વયંસેવકોએ રોજ સવારે પ્રભાત ફેરી, ગામમાં સફાઈ કામ કરવું, અલગ-અલગ વિષયો પર ચિંતન કરવા સહિતની પ્રવૃતિઓ કરવામાં આવી હતી. ત્રીજા અને ચોથા દિવસ રાત્રી દરમિયાન સ્વયંસેવકો દ્વારા ગામમાં મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં લાડલી દીકરી, માં એ મમતાની સાગર, નશો નોતરે નાશ, સાંબેલા માતા સહિતના લોક જાગૃતિના નાટકો રજુ કર્યા હતા.

આમ દ્ગજીજી કેમ્પમાં પાંચ દિવસ દરમિયાન સ્વયંસેવકોએ દિવસે અને રાત્રે અલગ અલગ લોક જાગૃતિના કાર્યક્રમો રજુ કર્યા હતા. આ અંગે સ્જીઉ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ મયંક પટેલે જણાવ્યું હતું કે, સ્જીઉ અને મ્ઇજી કોલેજના વિધાર્થીઓ દ્ગજીજી ના કેમ્પમાં સ્વયંસેવકો બન્યા હતા અને પાંચ દિવસ દરમિયાન વ્યસન મુક્તિ પર અને અધશ્રદ્ધા પર નાટકો રજૂ કરી જાગૃતિ ફેલાવી હતી. તો ૧ લી જાન્યુઆરી ૨૦૨૩ ના નવા વર્ષે પાંચ દિવસના કેમ્પની ગ્રામજનો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં પુર્ણાહુતી થઇ હતી. આમ કેમ્પથી વિધાર્થીઓમાં વિવિધ પ્રવૃતિઓ થકી કેળવણીનો સંચાર થાય તો બીજી તરફ ગ્રામજનોમાં સફાઈ સહિતની જાગૃતિ આવે તે હેતુ કેમ્પમાં જાેવા મળ્યો હતો. જેને લઈને ગ્રામજનોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.

Follow Me:

Related Posts