માંડવીના દહીંસરા પાસે ટ્રકમાં આગ લાગતા ભડકે બળી, ડ્રાઇવરનો આબાદ બચાવ થયો

ભુજ માંડવી ધોરીમાર્ગ પરના દહીંસરા પાસે રાત્રિના શેરડી તરફ જતી ટ્રકમાં અચાનક નીચેના ભાગે શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી ઉઠી હતી. ચાલતી ટ્રકમાં આગ લાગવાથી ટ્રક ચાલકે ટ્રકને માર્ગની બાજુમાં ઉભી રાખી ટ્રક નીચે ઉતરી જતા તેનો બચાવ થયો હતો. જાેકે આગના કારણે ટ્રકના ૮ ટાયર સહિત અન્ય ભાગ સળગી જતા અંદાજિત રૂ. ત્રણેક લાખનું નુકસાન થયું હોવાનું ટ્રક માલિક હરેશ સંઘારે જણાવ્યું હતું. આગના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને આગની જાણ પોલીસમાં કરી હતી. જેના પગલે ભુજ અને માંડવીના ફાયર વિભાગ દ્વારા તુરંત ઘટનાસ્થળે પહોંચી ફાયર ફાઇટર દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી ટ્રકને વધુ નુકશાનીથી બચાવી હતી.
આ અંગે ટ્રક માલિકે જણાવ્યું હતું કે ભુજના ઘાનેટી ખાતે બેંટોનાઈટ ખાલી કરીને માંડવીના શેરડી તરફ આવી રહેલી ટ્રકમાં રાત્રિના પાછળ નીચેના ભાગે રહેલી વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી. આગની જાત થતા ચાલકે ટ્રકને થોભાવી આસપાસના ગામના અન્ય પરિચિતોને બોલાવી લેતા તેઓ એ ઘટનાની જાણ પોલીસમાં કરી મદદરૂપ બન્યા હતા. દરમિયાન આગને કાબુમાં લેવા માંડવી અને ભુજની ફાયર ટીમ દ્વારા પાણીનો મારો ચાલાવ્યો હતો. આ કામગીરીમાં ભૂજ ફાયરના મામદ જત અને રમેશ ગાગાલ જાેડાયા હતા.
Recent Comments