ગુજરાત

ગુજરાત સાહિત્ય અકાદમી અને શબ્દશ્રી આયોજિત ‘નવું વર્ષ નવો હર્ષ’ કાર્યક્રમ યોજાયો

ગુજરાત સાહિત્ય અકાદમી અને શબ્દશ્રી આયોજિત ૨૦૨૩ વર્ષના સ્વાગત સાથે મેડિકલ હોલ ખાતે સુપ્રસિદ્ધ કવિ  હરદ્વાર ગોસ્વામીના પુસ્તક ‘તર…બ…તર’નું લોકાર્પણ થયું હતું. એ નિમિત્તે ત્રિસ્તરીય કાર્યક્રમનું આયોજન થયું હતું. નવા વર્ષના નવા વિચારોની વાત અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહાએ કરી હતી. જાણીતા ચિંતક-લેખક કૃષ્ણકાંત ઉનડકટ અને રામ મોરીએ નવા વર્ષને સાહિત્યના સંદર્ભે મૂલવ્યું હતું.  મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવની શુભકામના અને હરદ્વાર ગોસ્વામીએ કેફિયત રજૂ કરી હતી.

જાણીતા ગાયિકા માયા દીપક, રક્ષા શુક્લ અને ડૉ. કૃતિ મેઘનાથીએ ગીતો પ્રસ્તુત કર્યા હતા. સુપ્રસિદ્ધ ચિત્રકાર નલીન સૂચક અને નરેન્દ્ર ચૌહાણે સાહિત્યકારોના પોટ્રેટ સર્જ્યા હતા. ખ્યાતનામ કલાકાર પ્રશાંત બારોટે વાચિકમ અને પ્રો. અશ્વિન આણદાણી સંચાલન કર્યું હતું. મોટી સંખ્યામાં સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા. ખીચોખીચ ભરેલ હોલમાં નવી રીતે ઉજવાયેલા સાત્વિક અને સાહિત્યિક જલસો પ્રેક્ષકોએ મનભરીને માણ્યો હતો. 

Related Posts