જુનાગઢમા વેપારીનું ઝેરી દવા પીધી, ચાલી રહેલા સારવારમાં મોત
વિસાવદરના એકતા નગરમાં રહેતો એક યુવાન લસણ-ડુંગળીનો વેપાર કરતો હોય અને ઘણા સમયથી માનસિક તણાવમાં રહેતો હતો અંતે ગુંદાળી ગામે જઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી અને સારવારમાં મોત નિપજ્યું હતું. આ બનાવથી પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઈ હતી. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, એકતાનગર વિસાવદરમાં રહેતાં ભરતભાઈ અર્જુનભાઈ અગ્રાવતે ભેંસાણ પોલીસ મથકમાં જણાવ્યાં અનુસાર વિપુલ અર્જુનભાઈ અગ્રાવત (ઉ.વ ૩૫) લસણ-ડુંગળીનો લે વેચનો વેપાર કરતાં હતાં અને છેલ્લા ઘણા સમયથી માનસિક તણાવમાં રહેતાં હતાં.
કોઈ વિચારને લઈ આવેશમાં આવી ગયા હતા અને ૨૮ ડિસેમ્બરે ભેંસાણ પંથકના ધારી-ગુંદાળી ગામે જઈ ઝેરી દવા પી લીધી હતી અને વિપુલભાઈને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવને લઈ ભેંસાણ પોલીસે વધુ આગળની તપાસ હાથ ધરી હતી.
Recent Comments