fbpx
ગુજરાત

સરથાણામાં રૂમાલ સૂકવવા જતાં પગ લપસતા પાંચમા માળેથી પટકાતાં વિદ્યાર્થીનું મોત થયું

સરથાણામાં રૂમાલ સુકવતી વખતે પગ લપસતા પાંચ માળેથી પટકાયેલા બીએસસીના વિદ્યાર્થીનું ટુંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. પટકાવાના અન્ય બનાવમાં સચિન જીઆઈડીસીમાં લીફ્ટના ડકમાં પટકાતા કિશોરનું મોત નિપજ્યું હતું. જ્યારે રઘુકુળ માર્કેટ પાસે બ્રિજ પરથી અકસ્માતે પટકાતા એક યુવકનું મોત નિપજ્યું હતું. સરથાણા વ્રજભુમી સેક્ટર-૨માં રહેતા રામજીભાઈ દુધાણી વરાછા મીનીબજાર પાસે હીરાનુ કારખાનું ચલાવે છે. તેમનો ૨૦ વર્ષીય પુત્ર મીત ભગવાન મહાવીર કોલેજમાં બીએસસીના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.

સવારે મીત ઘરે બાલ્કનીમાં રૂમાલ સુકવવા જતા તેનો પગ લપસી જતા પાંચમા માળની બાલ્કનીમાંથી પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા મીતને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું ટુંકી સારવાર બાદ સોમવારે બપોરે મોત નિપજ્યું હતું. સરથાણા પોલીસે હોસ્પિટલ દોડી જઇ અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. સચિન જીઆઈડીસી પાલીગામ સાંઈકૃપા સોસાયટીમાં રહેતો સિધેશ્વર ઈન્દ્રમણી શેઠ(૧૬) સચિન જીઆઈડીસી ખાતે આવેલી લવંગવાલા ફેબ કંપનીમાં બોબીન ભરવાનું કામ શિખતો હતો. સિધેશ્વર કારખાનામાં સુઈ ગયો હતો.

મળસ્કે ગુડ્‌સ લીફ્ટમાં નીચે જવા ગયો હતો. જાેકે લીફટ્‌ ન હોવા છતા ઉંઘમાં તે ડકમાં જતો રહેતા પટકાયો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. રહેતો અહમદ રઝા સમીર રઝા(૨૦)માર્કેટમાં સીલાઈ મશીન પર કામ કરતો હતો. ગઈ તા.૨૬ ડિસેમ્બરના રોજ અહમદ રઘુકુળ માર્કેટની સામે ફ્લાય ઓવર બ્રિજ પરથી નીચે પટકાયો હતો. જેથી ગંભીર રીતે ઘવાયેલા અહમદને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં સારવાર દરમિયાન સોમવારે મોડી રાત્રે તેનું મોત નિપજ્યું હતું.

Follow Me:

Related Posts